Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

સૌરાષ્ટ્રમાં નાગરિકત્વ કાયદાના સમર્થનમાં ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન

જુદા-જુદા વિસ્તારોમાં સહી ઝુંબેશ સાથે લોકોને માર્ગદર્શન

કાલાવડ-ઢાંકમાં નાગરિકત્વ કાયદાના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

રાજકોટ, તા. ૬ :. કેન્દ્ર સરકારના નાગરિકત્વ કાયદાના સમર્થનમાં ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

કાલાવડ

કાલાવડઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારશ્રી દ્વારા રજુ થયેલ નાગરીકતા સંશોધન કાયદાને સમર્થન માટે આજે સવારથી બસ સ્ટેશન પાસે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમની કૃષિમંત્રી આર.સી. ફળદુએ સહી કરી ઝુંબેશ આગળ ધપાવી કાર્યક્રમ યોજાયેલ હતો.

આ કાર્યક્રમ ભાજપના શહેર પ્રમુખ કશ્યપભાઈ વૈષ્ણવ, મહામંત્રી અભિષેકભાઈ વટવા, વિજય ફળદુ, પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, શાંતિલાલ કોરાટ, નટુભાઈ બારોટ, પ્રફુલભાઈ રાખોલીયા તેમજ ભાજપના કાર્યકરો તેમજ કાલાવડના નાગરીકોએ નાગરીકતા સંશોધન કાયદાને સમર્થન માટે સહી કરેલ હતી. ઙ્ગ

ઢાંક

ઢાંકઃ ઉપલેટા તાલુકાના ભાજપ દ્વારા નાગરીકતા સંશોધન કાયદો ૨૦-૯ અંતર્ગત ઢાંક ગામે પ્રવાસ કરી દરેક દુકાને તથા ઘરે ઘરે જઈને સીએએની માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ તા. ૮-૧-૨૦૨૦ના રોજ ઉપલેટા ખાતે સીએએના સમર્થનમાં વિરાટ જન સમર્થન રેલીમાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડિયા તથા જીલ્લા પંચાયત રાજકોટના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન બાબુભાઈ વિંઝુડા તથા તાલુકા ભાજપ મહામંત્ર પૃથ્વીરાજસિંહ ચુડાસમા તથા અતુલભાઈ બોરીચા, મનીષભાઈ પાદરીયા તથા ઢાંક સામાજીક અને રાજકીય આગેવાન ઋષિરાજ વાળા, ડો. જયેન્દ્રસિંહ વાળા, મહેશભાઈ શોભાષણ, ભરતભાઈ લુણશિયા તથા અન્ય આગેવાનોએ અને સૌ કાર્યકરોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(11:50 am IST)