Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ઉપલેટાના નારેશ્વર પાસે ગોળ બનાવવાના ફાર્મની મુલાકાતે અમદાવાદ સાયન્સ સ્કુલની પાંચ બસ ભરી આવેલ વિદ્યાર્થીનીઓ

 ઉપલેટા તા. ૬: સૌરાષ્ટ્રના ભુતપુર્વ વિદ્યાર્થી આગેવાન અને ગુજરાત ગોળ ઉત્પાદન કિશાન સંઘના પ્રમુખ અમૃતભાઇ ગજેરા મુળ ઉપલેટાના હોય વર્ષોથી ગુજરાતમાં ગોળનું ઉત્પાદન કરે છે તેમનો બ્રાન્ડેડ ગોળ દેશ વિદેશમાં સપ્લાય થાય છે તાજેતરમાં તેમના નારેશ્વર પાસે આવેલા ગોળ ફાર્મની મુલાકાતે અમદાવાદની નામાંકીત શાળાની ધો. ૧ર ની સાયન્સની વિદ્યાર્થીનીઓ તેમના પ્રિન્સીપાલ શિક્ષકો અને સ્ટાફ સાથે પાંચ જેટલી બસો ભરીને આવેલી તેમને ગોળ કેવી રીતે બને છે તેમાં શેરડીના પિલાણથી રસને પકાવવો તેમાંથી કેવી રીતે ગોળ બને છે તેની જીણવટ ભરી માહીતી અમૃતભાઇએ આપેલ તમામ વિદ્યાર્થીનીઓ સહીતનાઓને શેરડીનો રસ ગોળ અને નાસ્તો કરાવી ભાવભરી મહમાનગતી કરેલ હતી.

(11:46 am IST)