Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ટંકારામાં ઓવરબ્રીજની કામગીરી પ્રશ્ને સંકલન સમિતિમાં તડાપીટ :ડાયવર્ઝન પહોળા અને ડામર રોડ ના બનાવવા સુચના

ટંકારા, તા. ૬ : ટંકારામાં લતીપર ચોકડીએ ચાલતી મંથર ગતિએ કામગીરીથી લોકો ત્રાસ પામેલ છે. વાહન ચાલકો તોબા પોકારી ગયેલ છે. વચ્ચે લાંબો સમય ઓવરબ્રીજની કામગીરી બંધ રહેલ.

ઓવરબ્રીજની કામગીરી પૂરી થયેલ નથી ત્યાં ઓવરબ્રીજની મોરબી તથા રાજકોટ તરફની સાઇડમાં ઢાળ આપવા ખોદાણ કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.  તેથી બ્રીજની બંને બાજુ ડાયર્વઝન કઢાયેલ છે.

ઢોળાવની બંને સાઇડમાં ઉભા પતરા મારવાના બદલે આડા પતરાઓ મારવામાં આવેલ છે. પરિણામે ખોદાણ તથા માટી ભરતી વખતે તેમજ કાચા ડાયવર્ઝનના કારણ સતત ધુળની ડમરીઓ ઉડે છે.

ટંકારા ખાતે ર૬મી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો ધ્જવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. ટંકારામાં મહર્ષિ દયાનંદ શ્રષિ બોદ્ધોત્સવમાં રાજયપાલશ્રી ઉપસ્થિત રહેવાના છે.

સંકલન સમિતિમાં ઓવરબ્રીજની કામગીરી તથા ડાયવર્ઝન અંગે અધિકારીઓ સાથે તડાપીડ બોલેલ. સંકલન સમિતિ બેઠકમાં ડાયવર્ઝન ડામર રોડ ના બનાવવા, પહોળા બનાવવા તથા કામગીરી ઝડપી બનાવવા સુચનાઓ અપાયેલ છે.

(11:39 am IST)