Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જામનગર ‘‘આપ''ના ઉમેદવાર વિશાલ ત્‍યાગીની અટકાયત બાદ જામનગર લાવવા તજવીજ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૫ : જામનગર : આમ આદમી પાર્ટીના ઉમેદવારની રાજસ્‍થાનમાંથી અટકાયત કરાઇ છે.  ATS એ આપના ૭૯ જામનગર દક્ષિણ વિધાનસભાના ઉમેદવારની  અટકાયત કરી છે. જામનગરમાં નોંધાયેલા ચિટિંગના ગુન્‍હામાં અટકાયત કરી છે. જામનગર પોલીસે નોંધેલા ગુનામાં એટીએસની  મદદ માંગી હતી. ATS દ્વારા રાજસ્‍થાનમાંથી વિશાલ ત્‍યાગીની અટકાયત કરી હતી.

આ સમગ્ર મુદે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ એ અકિલા સાથે ની ટેલીફોનિક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો છે કે જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ૪૦૬, ૪૨૦ મુજબ નો ગુન્‍હો નોંધાયેલો છે જેમાં એટીએસ ની મદદ માગવામાં આવી હતી અને રાજસ્‍થાનથી એટીએસએ વિશાલ ત્‍યાગીની અટકાયત કરી છે તેમને જામનગર લાવવા કાર્યવાહી થઈ રહી છે. 

(1:41 pm IST)