Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ધો.૧૦-૧રની બોર્ડ પરીક્ષાના ખાનગી છાત્રોએ હવે સોગંદનામાં નહી કરવા પડે

છાત્રો પાસેથી સેલ્‍ફ ડેકલેરેશન લેવાશે

ખંભાળિયા તા.પ : રાજયમાં ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષાઓમાં ખાનગી છાત્રો ફોર્મ ભરે તો તેમની પાસેથી સોગંદનામું એફિડેવીટ લેવામાં આવતુ હતુ. જે માટે છાત્રને ર૦૦-૩૦૦ રૂા.નો ખર્ચ પણ થતો હતો. સરકારે જયાં જરૂરી હોય ત્‍યાં એફીડેવીટના બદલે સેલ્‍ફ ડેકલેરેશનનો નિયમ લાગુ કર્યો હોય બોર્ડ દ્વારા વેબસાઇટ પર નમુનો મોકલીને આવું પ્રમાણપત્ર જ રજુકરવાનું જણાવતા હવે ખાનગી છાત્રોને ફાયદો થશે. નવા નિયમથી ખાનગી છાત્રોને સોગંદનામાંથી મુકિત મળશે.

(1:37 pm IST)