Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ધજાળાના ખેતરમાં લીલા ગાંજાના પાંચ છોડ સાથે ઝડપાઇ ગયો

વઢવાણ,તા.૫ : સુરેન્દ્રનગર એસ.ઓ.જી ના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.જાડેજાનાઓને મળેલ  બાતમી આધારે આરોપી જેરામભાઈ વશરામભાઈ સરકડીયા (ત.કોળી ઉ.વ ૫૪ રહે.નોલીગામ ની સીમ ઉગમણી પાટી તા.સાયલા  વાળાના પોતાના કબ્જાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજા ના છોડ નંગ ૦૫ જેનો વજન ૦૩ કિલો ૭૦૦ ગ્રામ જેની કિ.રૃ.૩૭,૦૦૦/- નો રાખી મળી આવેલ.જેનુ એફ.એસ.એલ અધિકારીશ્રીએ સ્થળ ઉપર સદરહુ ગાંજાનુ પરીક્ષણ કરી પ્રાથમિક પરીક્ષણ અહેવાલ રીપોર્ટ આપેલ.જે મજકુર ઇસમ વિરૃધ્ધ ધજાળા પો.સ્ટે. માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કામગીરીમાં રોકાયેલ અધિકારી કર્મચારી ૧) પોલીસ ઇન્સ્પેકટર  એસ.એમ.જાડેજા (૨) એ.એસ.આઈ ઘનશ્યામભાઇ મસીયાવા (૩) એ.એસ.આઈ પ્રવીણભાઈ આલ (૪) એ.એસ.આઈ ડાયાલાલ મગનભાઈ મોઘરીયા (૫) અના.હેડ.કોન્સ મહિપાલસિંહ રાણા (૬) અના.હેડ.કોન્સ હરદેવસિંહ જીલુભા પરમાર(૭) પો.હેડ.કોન્સ પરસોતમભાઈ નાકીયા (૮)પો.કો ગોપાલભાઈ કેશાભાઈ પરમાર (૯) વુ.પો.કો સંગીતાબા રઘુવીરસિંહ રાણા હતા.

(12:40 pm IST)