Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જસદણમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર ભાઇ સહિત બેનો હુમલો

રાજકોટ તા. પ :.. જસદણમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર યુવતીના ભાઇ સહિત બે શખ્સોએ લાકડીથી હૂમલો કર્યો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણ જુના બસ સ્ટેન્ડ પાસે જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ ભેંસજાળીયા ઉપર જયદીપ ભરતભાઇ ખટાણા રે. રબારીકા ચોકડી પટેલ ચોક જેતપુર તથા એક અજાણ્યા શખ્સે લાકડીથી હૂમલો કરી માર મારી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત જીતેન્દ્રએ જયદીપની બહેન સાથે પ્રેમલગ્ન કરતા તેનો ખાર રાખી જયદીપ સહિત બેએ હૂમલો કર્યો હતો.

આ અંગે ઉકત બન્ને સામે ફરીયાદ થતા જસદણના હેડ કો. મહેશભાઇએ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)