Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મોરબી વીસીપરામાં જુના મનદુઃખમાં રમેશભાઇ અને પુત્ર નવઘણ પર હુમલો

કુટુંબી સગા વિઠ્ઠલ અને કાળુ સહિતે પાઇપથી ફટકારતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૫: મોરબીના વીસીપરામાં પ્રજાપતિ કારખાના પાછળ રહેતાં રમેશભાઇ બચુભાઇ સનુરા (ઉ.વ.૪૫) અને તેના પુત્ર નવઘણ રમેશભાઇ સનુરા (ઉ.વ.૨૨) પર સાંજે આઠેક વાગ્‍યે ઘર નજીક જ રહેતાં કુટુંબી સગા વિઠ્ઠલભાઇ કોળી અને કાળુભાઇ સહિતે ઝઘડો કરી પાઇપથી માર મારતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રમેશભાઇ લાકડા કાપવાની મજૂરી કરે છે. જ્‍યારે નવઘણ પેકેજીંગનું કામ કરે છે. સગાના કહેવા મુજબ જુનુ મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે ખાર રાખી આ હુમલો કરવામાં આવ્‍યો હતો.

મોરબીમાં જયાબેન પર હુમલો

કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર સોસાયટી નજીક ઝૂપડામાં રહેતાં જયાબેન શંકરભાઇ દેવીપૂજક (ઉ.૩૫)ને સાંજે અજય અને સુરેશે જુના ડખ્‍ખાને કારણે પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

(12:41 pm IST)