Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ખંભાળીયા નગરપાલિકા ગ્રાંટ વાપરવામાં કંજુસઃ વિકાસ કામો થતા નથી : સુભાષ પોપટ

ખંભાળીયા, તા. પ : ખંભાળીયા નગર પાલિકાના વિપક્ષી નેતા સુભાષ પોપટે એક નિવેદનમાં નગરપાલિકાના શાસકોને આળશુ ગણાવી ગ્રાન્ટ હોવા છતાં ગ્રાંટનો ઉપયોગ નહિ કરીને વિકાસ કામોમાં પણ ઓટ આવી છે. પોપટે વધુમાં જણાવેલ છે કે ઘણી બેંકોમાં વિકાસ કામોની ગ્રાંટ હજુ પડેલ છે.

તેમણે વધુમાં જણાવેલ છે કે ખંભાળીયા નગરપાલિકામાં ર૦ વર્ષથી ભાજપ શાસન છે છેલ્લે અને ર૦૧૯-ર૦માં ચાલુ વર્ષમાં નગરપાલિકાને રાજય-કેન્દ્ર સરકાર તરફથી ૧૧.પ૦ કરોડની ગ્રાન્ટ મળેલ છે. તેમાંથી વિકાસ કામો પાછળ માત્ર ૩.પ૦ કરોડની ગ્રાંટ વાપરેલ છે તેમાં પણ શાસકોને મનગમતા અને સહેલા જણાય તેવા જ વિકાસ કામો કર્યા છે. હવે માત્ર ૪ માસ જ બાકી છે ત્યારે બાકી રહેતી ગ્રાન્ટ રૂ. ૮ કરોડના વિકાસ કામો થશે કેમ તે પણ એક સવાલ જ છે તેવો પશ્ન પણ કર્યો છે.

નગરપાલિકામાં ર૮ સદસ્યોમાંથી ર૧ સદસ્યો ભાજપના જ છે. કોંગ્રેસના માત્ર સાત સદસ્યો જ ચૂંટાયા છે આમ નગરપાલિકામાં બહુમતી હોવા છતા ભાજપના શાસકો શહેરીજનોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારના વિકાસ કામો શા માટે કરતા નથી તેવો સવાલ ખંભાળીયાની પ્રજાવતી સુભાષ પોપટે કરીને તેનો તેમને જવાબ આપવા પણ માંગણી કરી છે.

(1:03 pm IST)