Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ખંભાળીયા શહેર તાલુકામાં વોડાફોન આઇડીયાના નેટવર્કમાં ધબડકો

તમે ફોન લગાવી લગાવીને થાકો પણ ફોન ચાલુ થાય તો નસીબ સમજવા

ખંભાળીયા, તા. પ : તાજેતરમાં મોબાઇલ કંપનીઓએ ૪૦-૪૦ ટકા ભાવ વધારો કર્યો તે પછી ગઇકાલે ખંભાળીયા શહેર તથા તાલુકાના અનેક ગામોમાં સવારથી આઇડીયા અને વોડાફોન કંપનીની મોબાઇલના તમામ નેટવર્ક ઠપ્પ થઇ જતા ભારે પરેશાની ગ્રાહકોને થઇ હતી.

હાલ બન્ને આ કંપનીઓ એક થઇ ગઇ હોય અનેક ટાવર એકજ આ બન્ને કંપનીના ગ્રાહકોને માટે ચાલતા હોય ઓવરલોડ થવાથી ફોન ના લાગવા નેટવર્ક ના મળવું, નેટ કપાઇ જવું ધીમું ચાલવુંની ફરીયાદો તો ઉભી જ છે.

ત્યાં ગઇકાલે ફોન જ ના લાગે અને ટાવર જ બંધ થઇ ગયા હતાં જેથી અનેક લોકોને ફોન ના લગાતા ગામે જવાના ધક્કા થયા હતા. આજે પણ કંઇક અંશે આ બન્ને કંપનીના નેટવર્ક કથળેલા હોય ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.

(1:03 pm IST)