Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ગીરનું વન ગુજરાતનું ગૌરવ છે : સંત, સાવજ, સતી અને શૂરાની આ પવિત્ર ભૂમિ છે : પૂ. પારસમુનિ

રાજકોટ, તા. પઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર  પ્રભાવક પૂ. ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તા. ર૯ થી તા. પ સુધી શાસણ ગીરના જંગલમાં સાધના અર્થે પધારેલ. મંેગો કાઉન્ટી ફાર્મમમાં પૂ.ગુરૂદેવ પધારતા ભાવશેભાઇ ગાંઠાણી આદિ ગાંઠાણી પરિવાર તથા તેમનો મિત્ર વર્ગ વિરેન્દ્રભાઇ બખાઇ, પ્રદીપભાઇ ચિત્તલીયા, દેવાયતભાઇ વાઢેર આદિ તથા ગીર જંગલના ગાઇડ તામશીભાઇ લાઘા આદિ ઉપસ્થિત રહેલ.

જંગલમાં સંતના દર્શન જાણે સાવજ કરતો હોય તેવો માહોલ રચાયો અને ગઢવી, ચારણ આદિ પણ દર્શન અર્થે પધાર્યા.

પૂ. ગુરૂદેવ પ્રત્યેની ભાવેશભાઇ ગાંઠાણી, જેસિકાબેન ગાંઠાણીની અનન્ય ભકિતને કારણે પૂ. ગુરૂદેવ તેના મેંગો કાઉન્ટી ફાર્મમાં ગીરના જંગલમાં રૂટ નં.૧ પર પધાર્યા.

આ અવસરે તપસ્વી ગાદી સ્થાનના ટ્રસ્ટી દેવેનભાઇ ગાંધી આદિ તથા ગોંડલ રોડ વેસ્ટના ટ્રસ્ટી મેહુલભાઇ રવાણી આદિ, નીતિનભાઇ મહેતા, રાજકોટ, નિકાવા, રાજકોટ, જેતપુર, ગોંડલ, મુંબઇ, સુરત, જુનાગઢ, વિસાવદર, વેરાવળ, ભોજદે, મેંદરડા વગેરે ગામોથી સાધકો ગુરૂદર્શન અને સત્સંગ અર્થે પધારેલ. ચેતનભાઇ શેઠ, ભરતભાઇ ગાંધી, કેતનભાઇ દેસાઇ, ભૌતિકભાઇ શાહ આદિ પધારેલ.

ગીરના જંગલમાં પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે પૂ. ગુરૂદેવ અલૌકિક સાધના કરી, દિવ્ય અનુભૂતિઓ કરી પરમાત્મા મહાવીર તથા ગતબુદ્ધ, ભગવાન શ્રીરામ, વર્ષો સુધી પ્રકૃતિની મધ્યમાં રહ્યા. પ્રકૃતિ પ્રત્યે પ્રેમ આદર અને માવજતનો ભાવ માનવને મહામાનવ બનાવે છે.

લીલાપાણી, હિંગળાજ, કંકાઇ, બાણેજ જેવા સ્થળોએ પૂ. ગુરૂદેવ પધાર્યા. આ વિસ્તારમાં પૂ. ગુરૂદેવ પ્રથમવાર પધાર્યા. ગીર વિસ્તારમાં જૈન સંત તરીકે પૂ. ગુરૂદેવ પ્રથમ સંત છે જે આ વિસ્તારમાં પધાર્યા. સંત, સાવજ, સતી અને શૂરાની આ પવિત્ર ભૂમિ છે. ગીરનું વન ગુજરાતનું ગૌરવ છે.

પૂ. ગુરૂદેવ પ્રત્યે ભકિત દર્શાવવા સિદી લોકોએ ધમાલ ડાન્સ કરેલ. ગીરના જંગલમાં સાત નદી અને પાંચ ડેમ છે. સાવજ, સાબર, સાહુડી, જરખ, શિયાળ, હરણ આદિ અનેક જીવજંતુનો જયાં વાસ છે.

(12:55 pm IST)