Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ગોંડલ એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બી.એ.સેમિસ્ટર ૧ ની પરીક્ષામાં ડમી ઝડપાયો

પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખનાં નામે ડમી વિદ્યાર્થી બેસાડતા શહેર કોંગ્રેસ પ્રમુખ એ ઝડપીને કાર્યવાહી કરવાની માંગ કરી

ગોંડલ, તા.પઃ  ગોંડલ એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં બીકોમ તેમજ બી.એ ની સેમિસ્ટર ૧ ની પરીક્ષા ચાલુ હોય જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની તન તોડ મહેનથી પરીક્ષા પાસ કરી ને પોતાનું ભવિષ્ય બનાવા માટે  મહેનત કરતા હોય છે પરંતુ ગોંડલ તાલુકા ભાજપ નાં માજી પ્રમુખ ને ગ્રેજયુએટ થવાના અભરખા ને લઈને બી.એ.સેમિસ્ટર ૧ ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડતા જે અંગે ની જાણ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ ને થતા ભર્ગરાજસિંહ આર.જાડેજા (બીટુભાઈ)તેમજ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ પાતર સહીત નાં એ કોલેજમાં રેડ કરતા ડમી વિદ્યાર્થી ઝડપાઈ તે પહેલા જ ભાગી જવામાં સફળ થયો હતો ત્યારે સેમિસ્ટર ૧ નું સાહિત્ય કબ્જે કરી ને કોલેજના પ્રોફેસર ને આપીને કાર્યવાહી કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી.

રજુઆત માં જણાવ્યું છે કે ગોંડલ એમ.બી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગોંડલ તાલુકા ભાજપ માજી પ્રમુખ અલ્પેશભાઈ ગોવિંદભાઈ ઢોલરીયા બી.એ.સેમિસ્ટર ૧ ની પરીક્ષા હોય તેમની જગ્યાએ ડમી વિદ્યાર્થી પોતાના સીટ નંબરૅં-૧૨૨૭૩૨ બ્લોક નં. ૨ માં બેસાડેલ હોય તો ડમી વિદ્યાર્થી તેમજ તાલુકા ભાજપ માજી પ્રમુખ સામે અગાઉ નાં પેપર માં કોણ બેઠા હતા જેમની સી.સી.ટીવી.નાં આધારે તપાસ કરી બન્ને આરોપીઓ સામે કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને લેખિત રજુઆત કરવામાં આવી છે.ઙ્ગ

જયારે આ પરીક્ષા બનાવ ને લઈને માજી તાલુકા પ્રમુખ મેં ભી ચોકીદાર હૂ સૂત્ર સાર્થક ન કરી શકતા આ બનાવ ગોંડલ શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે તો બીજી બાજુ ગોંડલ તાલુકા ભાજપ માજી પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ના ગ્રેજયુએશન થવાના ઓરતા હાલ અધૂરા રહેવા પામ્યા હતા.

(11:44 am IST)