Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

જામજોધપુરના મોટાવડીયામાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન

જામજોધપુર : જામનગર જિલ્લાના જામજોધપુરના મોટા વડીયામાં શ્રી સર્વોદય સંસ્કાર કેન્દ્ર ટ્રસ્ટ સંચાલીત માતૃશ્રી અમૃતબેન વાલજીભાઇ સવજાણી આશ્રમ શાળા તેમજ માતૃશ્રી અમૃતબેન વાલજીભાઇ સવજાણી વિદ્યાલય તેમજ કન્યા છાત્રાલયમાં સંસદ નિધીમાંથી નિર્માણ થયેલ કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરાયુ હતુ. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, હેમંતભાઇ ખવા (ચેરમેન બાંધકામ સમિતિ જિ.પ. જામનગર) હરદાસભાઇ ખવા, તા.પં. પ્રમુખ ધાનભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક જયવીરભાઇ ડાંગર, રેખાબેન રૂપારેલીયા અન્ય સ્ટાફે સંસ્થાના સંચાલકોને અભિનંદન પાઠવી સરકારશ્રીની જહેમતને સાર્થક કરવા વધુ નિપુણતા સાથે ઉજજવળ ભવિષ્યની કેડી કંડારવા કુમારો અને કન્યાઓને પ્રોત્સાહીત કર્યા હતા. (તસ્વીર -અહેવાલ : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:40 am IST)