Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

સંસદસભ્ય પૂનમબેનની જહેમતથી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ફરી ધમધમશે

જામનગર તા. પઃ જામનગર લોકસભા ક્ષેત્રમાં સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારશ્રી પ્રયત્ન કરે તેવું મંત્રી મનસુખભાઇ માંડવીયાને શીપ રીસાયકલીંગ બીલ અંતર્ગત સંસદસભ્ય પૂનમબેન માડમએ તેઓના વકતવ્યમાં કહેતા, સરકારશ્રી અને વિભાગ વતી સકારાત્મક પ્રત્યુતર આપવા બદલ સરકારશ્રી અને વિભાગનો સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ આભાર વ્યકત કર્યો હતો.

આ શીપબ્રેકીંગ યાર્ડના માધ્યમથી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને અર્થતંત્રને વેગ મળશે તેમ જણાવાયું છે.

(11:37 am IST)