Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

માવઠાથી બામણાશા ઘેડ પંથકમાં ઘઉં-ચણા-જીરૂના પાકને નુકશાન

અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મુશ્કેલીઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ તા.૫: છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની મુશ્કેલીમા વધારો થયો છે ગઇ કાલે બામણાશા ઘેડ પંથકમાં માવઠાના કારણે ઘઉં, ચણા અને જીરૂના શિયાળુ પાકને નુકશાન થયુ છે. તેમ આહિર મશરીર કરાંગીયાએ ''અકિલા''ને જણાવ્યુ હતુ.

બામણાશા ઘેડના આહિર મશરી કરંગીયાએ વધુમા જણાવ્યુ કે, બામણસા ઘેડ, ઇસરા, અખોદર,સરોડ સહિતના ગામોમાં ૨ થી ૩ ઇંચ વરસાદ પડતા પાકને ભારે નુકશાન થયુ છે.

માણાવદર

માણાવદર તા. પઃ માણાવદર પંથકમાં ફરી બીજા દિવસે પંથકમાં વરસાદ પડયો બામણાસા સહિત ગ્રામ્યમાં અડધા ઇંચના વાવડે છે. શહેરમાં પણ અડધા ઇંચ જેટલો પડયો જીનીંગમાં ફરી કપાસ પલળ્યો ખેતરોમાં માલ પલળ્યો હતો હાલ મગફળી ખરીદી કેન્દ્રમાં ખરીદી ચાલુ હોય એ ગઇકાલે ૪૦૦૦ હજાર ગુણી પલળી તે સુકવવા મુકીને ફરી પલળી ગયાનું જાણવા મળે છે જે સેડની વ્યવસ્થા જ નથી કમોસમી વરસાદથી ખરીદી લીધેલ માંડવી પલળતા લાખોની નુકશાની કહેવાય છે. અત્યારે આ લખાય છે ત્યારેઢ વરસાદ ઠેરઠેર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.

(11:32 am IST)