Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ભુજમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાતા ખળભળાટ

એટીએસની બાતમી પરથી SOGએ બંનેને બસ સ્ટેન્ડ પાસેના ગેસ્ટ હાઉસમાંથી પકડી લીધા : કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળીઃ બંને કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના હતાં? પુછપરછ શરૂ

ભુજ તા.૫: કચ્છમાંથી શંકાસ્પદ હાલતમાં ર કાશ્મીરી યુવકો ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ આ બંન્નેે શખ્સોને ભુજના સાગર ગેસ્ટ હાઉસમાંથી એસઓજીએ દબોચી લીધા છે. એટીએસએ આપેલ ઇનપુટના આધારે એસઓજી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. આ બંન્ને પાસેી વાયર કટીંગ,મલ્ટી સ્ક્રુ ડ્રાઇવર કબ્જે લેવાયા છે.જે આઇસીમાં સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરશે કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાના ટીવી હેવાલોમાં જણાવાયું છે.કચ્છમાં એક સાથે બે કાશ્મીરી યુવકો ઝડપાઇ જતાં તેની જુદી-જુદી એજન્સીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

(4:29 pm IST)