Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમેરિકા સાથે લઇ જવાનું કહી જામનગરની પરિણીતા પાસેથી ઉપલેટા રહેતા સાસરીયાએ નાણા પડાવી લીધાની રાવ

જામનગર તા. ૫ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મનીષાબેન લક્ષ્મણભાઈ ભાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૩–ર૦૧૭ના મનીષાબેન સાથે મેહુલ ગોવિંદભાઈ સુવા એ કાયદેસરના લગ્ન કરેલ હોય આરોપી મેહુલભાઈ અમેરીકા મુકામે રહેતા હોય ત્યાં ફરીયાદી મનીષાબેનને સાથે લઈ જવાના નામે બન્ને તરફથી ફરીયાદ પક્ષ પાસેથી દહેજ પેટે રોકડા નાણા પડાવી લઈ વધુ નાણા–કરીયાવર માટે અવાર નવાર મેણા ટોણા બોલી માનસીક ત્રાસ આપી અમેરીકાના વિઝા ફરીયાદી મનીષાબેનના નામના કરાવવા અવાર–નવાર ફરીયાદી પક્ષ સાથે વાતચીત કરી હકીકતે ના વીઝા માટેની અરજી આરોપીઓ લક્ષ્મીબેન ગોવીંદભાઈ સુવા, તથા મેહુલ ગોવીંદભાઈ સુવા, રે. ઉપલેટા વાળાઓએ વીથડ્રો કરી નાખી ફરીયાદી માનીષાબેન સાથે વિશ્વાસઘાત કરી  ઠગાઈ કરી એકબીજાઓએ મદદગારી કરી ગુનો કરેલ છે.

કાલાવડમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

કાલાવડ પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રતીપાલસિંહ નીતેંન્દ્રસિંહ સોઢા, એ ફરીયાદ નોંધાવી છે કે, મેઈન બજાર તકીયા પાસે કાલાવડમાં ઈસ્માઈલ સીદીકભાઈ પટેલ, જમન બ્સાબુ સીયાણી, અમીન અબુ ઓસમાણ બાનાણી, રે. કાલાવડવાળા  જુગાર રમતા રૂ.ર૪પ૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

કેન્સરની બિમારી સબબ પરણીતાનું મોત

અહીં એરફોર્સ–૧, કમ્પાઉન્ડ, કવાટર નં. ૩૪૮/૪, જામનગરમાં રહેતા હીરાલાલ પ્રસાદ મંગલપ્રસાદ, ઉ.વ.પ૪ એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગીતાદેવી હીરાલાલપ્રસાદ મંગલ પ્રસાદ, ઉ.વ.પ૩ રે. એરફોર્સ–૧, કમ્પાઉન્ડ, કવાટર નં. ૩૪૮/૪, જામનગરવાળીને છેલ્લા દોઢેક વર્ષથી કેન્સરની બિમારી હોય જેના કારણે વધુ તબીયત બગડતા સારવાર માટે એરફોર્સ હોસ્પિટલમાં લાવતા મરણ ગયેલ છે.

(3:01 pm IST)