Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ભાવનગરના વાટલીયા ગામની સીમમાં આવી ચડેલા દિપડો પાંજરે પુરાયો

ભાવનગર, તા. પ : તળાજા તાલુકાના બોરડી પંથકના વાટલીયા ગામે આવેલ રાધુભાઇ જાડેજાની વાડીમાં દિપડો આવી ચડયો હોવાની જાણ થતાં તાકીદે ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો.

ફોરેસ્ટ ઓફીસ તળાજાના ઇ.એ.ફ.ઓ. કિંજલબેન જોષીના માર્ગદર્શન અને સુચના મુજબ સ્ટાફના દેશુભા, હિરાભાઇ, અશોકભાઇ, એન.કે. વાઘેલા, બી.એન. બલાસરા, પ્રવિણાબેન સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

જીવતા દિપડાને પાંજરે પૂર્યો હતો. વાટીયા ગામમાં દિપડો ધસી આવતા ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

(11:46 am IST)