Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સુરેન્દ્રનગર-જીલ્લામાં કમોસમી વરસાદી ઝાપટાઃ ખેડૂતો ચિંતીત

વઢવાણ તા. પ :.. હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓખી વાવાઝોડાને કારણે અચાનક જ ઋતુમાં મહત્વનો બદલાવ જોવા મળી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગરના અનેક ગામોમાં વરસાદી ઝાપટા ચાલુ થઇ ગયા છે જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે એન જેને કારણે શિયાળુ પાકના નુકશાન થવાની ખેડૂતોમાં ચિંતા  વધી છે. સુરેન્દ્રનગરમાં આજે સવારથી ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે.

(3:50 pm IST)