Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કૂતરુ કરડયું: સિવિલમાં જઈને સારવાર લીધી

સાંજે ચોપાટી પર કૂતરીએ બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને સારવાર લીધી

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કૂતરુ કરડયું છે ચોપાટી પર આજે સાંજે બનેલી એક ઘટના ગીર સોમનાથ જિલ્લાના કલેકટરશ્રીને એક  કૂતરીએ બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં તેમણે જાતે જઈને સારવાર લીધી હતી


કલેક્ટર અજયપ્રકાશ પત્ની સાથે ચોપાટી પર લટાર મારવા નીકળેલા, જ્યાં એક  કુતરીએ બચ્ચાને જન્મ આપેલ હોય કુતરી અને બચ્ચાની માનવતારૂપે સંભાળ માટે નજીક જઈને નિહાળવા જતા કુતરીએ બચકા ભરી લીધાનું વી ટીવીના હેવાલમાં જણાવાયું છે...

આ ઘટના બાદ કલેકટરશ્રી અજય પ્રકાશ  સરકારી હોસ્પિટલ ખાતે જઈને સારવાર મેળવી હતી...

ફરજ પરના તબીબ ના જણાવ્યા પ્રમાણે કલેક્ટરશ્રીને "ડોગ બાઈટ" અંતર્ગત ૨ ઇન્જેક્શન આપવામાં આવેલ...

(8:55 pm IST)