Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિવાળી પૂર્વે જામનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ - ડ્રાયફ્રૂટ અને ફરસાણની દુકાનોમાં દરોડા : ખાદ્ય વસ્તુઓના નમૂના લેવાયા

જામનગર:  દિવાળી પૂર્વે જામનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જુદી જુદી જગ્યાએ દરોડા પાડયા છે.

જામનગર આરોગ્ય વિભાગની ટીમે મીઠાઈ - ડ્રાયફ્રૂટ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતા.

     જામનગરમાં ૧૦ થી વધુ સ્થળોએ છેલ્લા ૩ દિવસથી દરોડાની કાર્યવાહી ચાલુ છે આ દરમિયાન તમામ ખાદ્ય વસ્તુઓના  નમૂના લેવાયા છે.

       દરોડા દરમ્યાન ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર સાથે ફૂડ વિભાગના અધિકારી સાથે જીભાજોડી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(1:51 pm IST)