Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જેતપુરનાં હરીપરમાં દિકરી સાથે પ્રેમ સંબંધ ન રાખવાનુ કહેતા ૨ ભાઇઓએ લાકડીથી માર માર્યો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૫: હરીપર ગામે રહેતા ચંદુભાઇ અરમાળીની દિકરી સાથે આ જ ગામના રોહિત રઘુભાઇ પીપળીયાને પ્રેમ સંબંધ હોય તે અંગે પરિવારના સભ્યોને ખબર પડી જતા આ બાબતે ચંદુભાઇએ રોહિતને તેની દિકરી સાથે પ્રેમ સંબંધ નહિ રાખવા સમજાવેલ પરંતુ તે નહિ માની ચાલુ રાખેલ હોય અને ઉશ્કેરાઇ જઇ રોહિત  અને તેનો મોટો ભાઇ મીલન બંનેએ બોલાચાલી કરી ગાળો આપી લાકડી વડે માર મારતા ચંદુભાઇને સારવારમાં ખસેડેલ. વિરપુર પોલીસે બંને ભાઇઓ વિરૂધ્ધ આઇપીઆઇ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

દારૂ જપ્ત

શહેરમાં દારૂ જુગારની પ્રવૃતિ બંધ કરાવવા પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે વડલીચોક વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડેલો હોય તે આધારે વડલીચોક કોળીલાઇન પાસે આવેલ રવિ જનરલ સ્ટોર નામની દુકાનમાં દારૂ અંગેની રેડ કરતા દુકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬ મળી આવતા પોલીસે દુકાને બેસેલ અજય વાઘેલાને દારૂની બોટલ કિ.રૂ.૫૦૦૦ સાથે પકડી પાડી દારૂ અંગે પૂછતા તે જગદિશ ઉર્ફે જગો વાઘેલા પાસેથી લીધેલ હોવાનું કહેતા બંને વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 pm IST)