Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જૂનાગઢમાં ૧ લાખના દારૂ સાથે રબારી ઝડપાયો

જૂનાગઢ,તા. ૫:ખામધ્રોળ ગામની પાછળ ભાગે કળવા પાટની ગારીમાં જૂની મેઘમણી સ્કુલ બંધ હાલતમાં છે. જ્યા અવવારૂ ખુલ્લા પ્લોટ આવેલ છે. જે પ્લોટમાં જૂનાગઢ કરીમાબાગ સોસાયટી નજીક રહેતા વિજય રામાભાઇ ખાંભલા રબારીએ ગે.કા રીતે પોતાના મળતીયાઓ સાથે મળીને વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને તેના માણસો મારફતે આ દારના જથ્થાનું કટીંગ કરી દારૂ સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી બાતમી હકિકત આધારે ખામધ્રોળ ગામની પાછળ કળવા પાટની ગારીમાં આવતા મેઘમણી સ્કુલ નજીક થોડે દુર ગારીના કાંઠે પડતર જગ્યામાં ત્રણ ઇમસો કંઇક હેર-ફેર કરતા એક ઇસમ પકડી પાડી સદર જગ્યાએ જોતા નીચે જમીન પર તથા ઓટો રીક્ષામાં  દારૂ પડેલ જોવામાં આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ.

પકડાયેલ ઇસમ કાળાભાઇ પાંચાભાઇ ખાંભલા રબારી ઉવ.૭૦ રહે સક્કરબાગ નજીક, કરીમાબાગ સોસાયટી પાસેથી મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલની પેટી નંગ-૪ તથા છુટી બોટલ નંય-૧૭ કુલ બોટલ નંગઅ૬૫ કિ. રૂ. ૨૬,૦૦૦, સ્ટારલોર્ડસ ઇમ્પીરીયલ ગોલ્ડ સ્પેશીયલ રીઝર્વ વ્હીસ્કી નોટ ફોર સેલ ઇન જમ્મુ બનાવટની ૭૫૦ એમ.એલ. બોટલની પેટી નંગ-૬ બોટલ નંગ -૭૨ કિ. રૂ. ૨૮,૦૦૦/-, રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેઇ ઇન હરીયાણા ઓનલી બનાવટની ૭૫૦ એમ.એલ. બોટલની પેટી નંગ-૬ તથા છુટી બોટલ નંગ -૯ કિ.રૂ. ૪૦,૫૦૦. ઓટો રીક્ષા રજી નં. જીજે ૭ડબલ્યુ ૨૦૦૭ કિ. રૂ. ૪૦,૫૦૦. ઓટો રીક્ષા રજી.નં. જીજે -૭ ડબલ્યુ-૨૦૦૭ની કિં. રૂ. ૩૫,૦૦૦. હોન્ડા એકટીવા રજી. નં. જીજે-૧૧-સીઇ -૨૦૩૦ ની કિ.રૂ. ૨૫,૦૦૦. જીઓ કંપનીનો સાદો કી-પેડ વાળો મો. ફોન-૧ કિ. રૂ. ૧,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૬,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા પો.ઇન્સ. આર.કે. ગોહિલ, પો.સ.ઇ ડી.જી.બડવા તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ બડવા, શબ્બીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો. કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, સાહિલભાઇ સમા, કરશનભાઇ કરમટા, દિનેશ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(12:56 pm IST)