Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જૂનાગઢને એમ્બ્યુલન્સ અને શબવાહિની વાહન રૂ. ૪૪ લાખના ખર્ચે નવી મળશે

જૂનાગઢ,તા.૫ : જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠકમાં ચેરમેન  રાકેશભાઇ ધૂલેશીયા, સદસ્યઓ શશીકાંતભાઇ ભીમાણી, ગિરીશભાઇ કોટેચા, પૂનિતભાઇ શર્મા, હરેશભાઈ પરસાણા, બાલાભાઇ રાડા, કિરીટભાઇ ભીંભા, આદ્યશકિતબેન મજમુદાર, સરલાબેન સોઢા, સહિતના સદસ્યઓ ઉપસ્થિત રહેલ હતાં.

આ બેઠક અગાઉ માન.મેયર ધીરૂભાઇ ગોહેલના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષના નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, તથા સ્થાયી સમિતીના સદસ્યઓની ઉપસ્થિતીમાં નિર્ણયો લેવામાં આવેલ હતાં. જેમા મુખ્ય શહેરહિતના નિર્ણયો નીચે અનુસાર છે.

 જૂનાગઢના મુખ્યમાર્ગો જેવા કે ટીંબાવાડી સ્વામી.મંદિરથી સ્વામી ગેઇટ સુધી પેવરરોડનું કામ રૂમ.૭૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.

 ભારતના પ્રધાનમંત્રી નરેન્દૂભાઇ મોદીના સ્વપ્ન અનુસાર શહેરના છેવાડાના માનવી સુધી જીવનજરૂરીયાતનુ પાણી પહોંચી રહે તે માટે ભારત સરકાર દ્વારા નલ સે જલ યોજના અંર્તગત શહેરના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો દરેક ધરમા મલી રહે તે હેતુથી ૦''ઈચનું લાઇનનુ કનેકશનજે ગેરકાયદેસર લીધેલ હોઇ તેઓને રૂ.૫૦૦/- ના ટોકન ફીથી રેગ્યુલરાઇઝ કરી આપવામા આવશે.

 શહેરના વોર્ડ નં.૬માં શીવનગર સોસાયટી, સરીતા સોસાયટી અને સહજાનંદ સોસા, તથા જુદી જુદી ગલીઓમાં ૯૦ એમએમના ડાયાપાઇપ એચડી પાઇપથી પાણી આપવામા આવશે. જેનો ખર્ચ રૂ.,૮૨,૦૦૦/- મંજુર કરવામા આવેલ છે.

 એન્જીન્યરીંગ કોલેજના વિદ્યાર્થીઓ જેવા કે જેમણે ડીગ્રી પ્રાપ્ત કરેલ હોઇ તેમાના ટ્રેનીંગ લેવા ઇચ્છતા વિધાર્થીઓને રૂ.૧૩,૦૦૦/- સુધીના ઇન્સેન્ટીવ આપી જૂનાગઢ મહાનગરપાલિકા ની રોડરસ્તા તથા ગટરની કામગીરી પર દેખરેખ રાખવાની કામગીરી સોપવામાં આવશે.

 વોર્ડ નં.૧૫માં આવેલ પંચેશ્વર બીજ આર્યું.હોસ્પીટલ સામે સીસીરોડ તથા પાઈપ આરસીસીવાલ બનાવી આપવાના ટેરના નીયમો મંજૂર કરવામા આવેલ છે.

 મહાનગરપાલિકાના વોર્ડ નં.પમાં મીરાનગર મેઈન રોડ થી શ્રીનાથનગર ટુ ટીંબાવડી બાયપાસ સુધી રોડ બનાવવામા આવશે જેનો ખર્ચ રકમ રૂ.૫૪,૦૦,૦૦૦ - મંજુર કરવામા આવલ છે.

 મનપાના વોર્ડ નં. ૯માં આવેલ ચંદનપાર્ક રમેશભાઈ કટારાના ઘરની પાછળ રૂ.૩,૮૦,૦૦૦/- ના ખર્ચની રોડ બનાવવા તથા વોર્ડ નં. ૯ ના જુદા જુદા માર્ગો પર રોડ તથા ગટર બનાવવા માટે રૂ.૧૭,૫૦,૦૦૦/- માટે મંજુરી આપવામા આવેલ છે.

 સરકારની વિવિધ આવેલ ગ્રાંન્ટો પૈકી બચત રકમ રૂમ. ૪૦ લાખ ના ખર્ચે ચોબારી રોડની કામગીરી પુર્ણ કરવા માટે આજરોજ નીર્ણય કરવામા આવેલ છે. ્

 મનપાના વોર્ડ નં.૧માં દોલતપરા વિસ્તારમાં આવેલ માર્કેટીંગ યાર્ડ રોડ રૂ. ૪,૬૩,૦૦,૦૦૦/- ના ખર્ચે સીસીરોડ તથા લાઇટ ફીટ કરવા માટે ખર્ચની મંજુરી આપવામા આવેલ છે.

 મનપાના વોર્ડ નં.૭માં આવેલ ઝાંઝરડારોડ સીધ્ધેશ્વર મંદિર સામે હાઇમાસ્ટ ટાવર ઉભો કરવા રૂ. ૩,૭૧,૦૦૦/- ના ખર્ચને મંજુરી આપવામા આવેલ છે.

 મનપા હદ વિસ્તારમા તમામ વર્ગના લોકોના આરોગ્યની સુખાકારી અને દિવંગતોની સ્મશાનયાત્રા માટે એક એમ્બ્યુલન્સ તથા શબવાહિની રૂ.૪૪ લાખના ખર્ચે મંજુર કરવામા આવી.

 છેવાડાના માનવી અતિપછાત એવા વિસ્તાર વાલ્મીકીવાસના ૨૭ વ્યકિતઓને પુનઃસ્થાપિત કરવાના નામદાર હાઇકોર્ટના હુકમને માન્યતા આપી પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામા આવેલ છે.

 મનપાના વોર્ડ નં.૧૫માં રૂ.૧૫ લાખના ખર્ચે વિકાસના કામોને ખર્ચની મંજુરી આપવામા આવેલ છે.

 મનપાના વોર્ડ નં.૧૩માં રૂ.૧૨ લાખના ખર્ચે વિકાસના કામોને ખર્ચની મંજુરી આપવામા આવેલ છે.

(12:55 pm IST)