Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ખાંભાના ડેડાણમાં અગાઉની બોલાચાલીમાં ફઇના દિકરાને મારમાર્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. પ : ખાંભા તાલુકાના ડેડાણમાં રહેતા મુસ્તુફાભાઇ રહીમભાઇ ખુમાર ઉ.વ.ર૬ ને સાત-આઠ દિવસ પહેલા પોતાના ખેતરે કામ કરવા માટે મજુર કેર  હતા અને તે મજુરને રાજુ કાના પરમારે કામ કરવાની ના પાડેલ તેમજ અગાઉ બે વર્ષ પહેલા છોકરીઓ બાબતે બોલાચાલી થયેલ હોય જે મનદુઃખ રાખી રાજુ કાના પરમાર, ગુણવંત હરિ જોગદીયાએ પાઇપ વડે મારમારી ફેકચર કરી ફઇના દિકરાને પાઇપ વડે મારમાર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પરિણિતાને ત્રાસ

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે હાલ રાજુલા રહેતી યાસ્મીનબેન ઇમરાનભાઇ સોરઠીયા ઉ.વ.ર૬ને પીયરમાંથી પૈસા લાવવાનું જણાવી. પતિ ઇમરાન, સાસુ રાબુબેન મહમ્મદભાઇ, આદમ કલાણીયાએ મેણાટોણા મારી ત્રાસ આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વિજશોક

ધારી તાલુકાના ગીગાસણ ગામની સીમમાં શંભુભાઇ કેશુભાઇ વઘાસીયા ઉ.વ.૪૭ બપોર બાદ જમીને વાડીએ ગયેલ અને પાણી વાળવા માટે રોકાયેલ હોય તે દરમિયાન ઇલેકટ્રીક લેમ્પ શરૂ કરવા જતા વીજશોક લાગવાથી મોત નિપજયાનું મોટાભાઇ પ્રાગજીભાઇ વઘાસીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

અમરેલી રોડ ઉપર ટોડા ગામના ડાયાભાઇ મનજીભાઇ જતાપરા ઉ.વ.૪૦ને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઇ મોત નિપજાવી નાસી ગયાની રવજીભાઇ મનજીભાઇ જતાપરાએ લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઝેરી દવા પીધી

વડીયાના રાંદલના દડવા મૂળ એમ.પી.ના ભુરકીબેન મુકેશભાઇ બાંગડા ઉ.વ. રર મુકેશભાઇના બીજા પત્ની હોય તેમને નોખુ રહેવાની વાત કરેલ હોય જેથી પતિ મુકેશભાઇએ વતનમાં જઇને નોખા રહીશું. જેથી પોતાને લાગી આવતા ઝેરી પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું મુકેશભાઇ બાંગડાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ગળેફાંસો

વરૂડી ગામે રહેતા કિશનભાઇ રમેશભાઇ ગોલ ઉ.વ.ર૪ કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ઘરનું બારણું બંધ કરી. પોતે પોતાની મેળે પીળા કલરના સર્વિસ વાયરથી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું પિતા રમેશભાઇ પોપટભાઇ ગોલે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:53 pm IST)