Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કલ્યાણપુરના રાવલમાં પ્રેમપ્રકરણ મુદ્દે બઘડાટી : ૩ને ઇજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. પ : રાવલ ગામે રહેતા સવદાસભાઇ ઉર્ફે ભોલો ભઘેલાભાઇ ગામી (ઉ.વ.પ૦) નામના કોળી પ્રૌઢ કલ્યાણપુર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત તા. રના રોજ પોતાની વાડીએ હતાં ત્યારે મેરામણ જીવા જમોડના સાળા દિકરા રમેશ ગામી સાથે મારી પત્નીને પ્રેમ સબંધ હોવાથી તેનું મનદુઃખ રાખી રાજુ મેરામણ જમોડ, કનુ મેરામણ જમોડ, ધીરૂ મેરામણ જમોડ, મેરામણ જીવા જમોડ બધા એક સંપ કરી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે મને તથા મારા પુત્ર રામ તેમજ સાહેદ લખમણભાઇને માર મારી ગંભીર ઇજા કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(12:51 pm IST)