Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ખંભાળીયાના તથીયા ગામે ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

પૂછપરછમાં ખંભાળીયાના કિરીટ દતાણીનું નામ ખુલતા શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. પ : તાલુકાના જુના તથીયા ગામે શખ્સ મોબાઇલમાં આઇપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઓનલાઇન સટ્ટો રમતા ભાણવડના નવા ગામના ભાવેશ કનુભાઇ ત્રિવેદીને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ તથા રોકડ મળી ૩ર૭૦ની મતા કબજે કરી હતી. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા ખંભાળીયાના કિરીટ શશીકાંત દતાણીનું નામ આપતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(12:51 pm IST)