Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પોરબંદરમાં ધાડ પાડતી ગેન્ગના પ સભ્યો પ્રાણઘાત્તક હથિયારો સાથે ઝડપાયા

ધાડ પાડવાની તૈયારી સાથે કારમાં હથિયારો લઇને નીકળતા પોલીસે દબોચી લીધાઃ કાર તથા હથિયારો સહિત કુલ ૩,૮૦ લાખનો મુદ્દામાલ મળ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પ : શહેરમાંમોટી ધાડ પડે તે પહેલા એસઓજી પોલીસે ધાડ પાડતી ગેન્ગના પ સભ્યોને પકડી પાડયા હતા આ ગેન્ગ પાસેથી છરી, બેઝબોલનો ધોકો પીતળની કુંડલીવાળી લાકડી પાવડાના હાથા વગેરે મળી આવેલ.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા આગામી દિવાળીના તહેવારો દરમ્યાન જિલ્લામાં કોઇ ગંભીર પ્રકારના મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓ ન બને તે સારૂ તકેદારી રાખવા સુચના કરવામાં આવેલ હોય પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજાના માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ સબ ઇન્સ. એચ.સી.ગોહીલ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો આવા ગુનાઓ અટકાવવા સારૂ શહેર વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ માટે એસઓજી ઓફીસે ભેગા થયેલા દરમ્યાન કિશનભાઇ ગોરાણીયા તથા પોલીસ કોન્સ સમીરભાઇ જુણેજાને બાતમી રાહે હકિકત મળેલ કે પોરબંદર જયુબેલી ચાર રસ્તા નજીક આદિત્યાણા જવાના રસ્તે સફેદ કલરની બલેનો કારમાં અમુક ઇસમો પ્રાણઘાતક હથીયારો સાથે ભેગા થયેલા છે. સદરહું જગ્યાએ તાત્કાલીક જઇને ચેક કરતા બલેનો કારમાં પાંચ ઇસમો (૧) રાજુ મેરામણભાઇ ઓડેદરા ઉ.૪૧ ધંધો ડ્રાઇવીંગ રહે. બોખીરા  દાંડીયા (ર) નિલેષ અરજન બોખીરીયા મેર ઉ.૩૧ ધંધો ખેતી રહે. બોખીરા દાંડીયા (૩) દેવા હરદાસભાઇ બોખીરીયા ઉ.૪૦ ધંધો ખેતી રહે.બોખીરા (૪) કાના ભીમાભાઇ ખુંટી મેર ઉ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. બોખીરા (પ) મસરી લાખાભાઇ મોઢવાડીયા મેર ઉ.પર ધંધો ડ્રાઇવીંગ રહે. બોખીરા વાળા પ્રાણઘાતક હથીયારો સાથે એકત્રીત થઇ ધાડ પાડવા જવાની તૈયારી કરતા મળી આવતા તમામ હથીયારો કબ્જે કરી એક ગંભીર પ્રકારનો ગુનો બનતા પહેલા તમામને દબોચી લઇ પ્રસનીય કામગીરી કરેલ છે.

આરોપીઓ વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦ર તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. આરોપીઓ પાસેથી હથીયારો (૧) છરી નંગ-૩ કિ. રૂ.૭પ (ર) બેઝબોલનો ધોકો નંગ-૧ કિ. રૂ. રપ (૩) પીત્તળની કુંડલી વાળી લાકઠી નંગ-૩ કિ. રૂ.૬૦ (૪) પાવડામાં ફીટ કરવાના લાકડાના હાથા નંગ-ર કિ.રૂ. ૪૦ (પ) લોખંડનો પાઇપ નંગ-૧ કિ. રૂ.ર૦ (૬) ક્રિકેટનું બેટ નંગ-૧ કિ. રૂ.પ૦ (૭) મોબાઇલ ફોન નંગ-પ કિ. રૂ. ૬૦૦૦ (૮) બલેનો કાર નંગ-૧ કિ. રૂ.૩,૦૦૦૦૦ (૯) હોન્ડા સાઇન મો.સા.નંગ ૧ કિ. રૂ.ર૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૮૦,ર૭૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં પીએસઆઇ. એચ.સી.ગોહિલ એએસઆઇ કિશનભાઇ ગોરાણીયા, પોલીસ હેડ કોન્સ મહેબુબખાન બેલીમ, પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, મોહીતભાઇ ગોરાણીયા તથા માલદેભાઇ પરમાર એસઓજી જોડાયા હતા.

(12:50 pm IST)