Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીના મેસેજ નહી મળતા ખેડૂતો પરેશાન

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.પ : સરકાર દ્વારા કરવા માં આવી રહેલ ટેકા ના ભાવે મગફળી ખરીદી ને લઇ ને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ં જે ખેડૂતો ને મેસેજ નહીં મળતા ખેડૂતો ને મુશ્કેલી પડી રહી છે.

 દિવાળી સમય હોય ખેડૂતો ને પોતાનો માલ નહીં વેંચતા પરેશાન થઇ રહ્યા છે ઉપરાંત ખેડૂતો માટે જે ટેકા ના ભાવ મુકેલ છે તે વધારવા ની માંગ કરી રહ્યા  સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરી દેવા માં આવી છે અને રોજે ખેડૂતો ને તેની મગફળી લઈ ને યાર્ડ માં આવવા માટે મેસેજ કરવા મા આવી રહ્યા છે પરંતુ તેમાં પણ ટેકિનકલ ખામી સર્જાતી હોય ખેડૂતો મુશ્કેલી માં મુકાઈ રહ્યાં છે, ધોરાજી માં ચાલતા ટેકા ના ભાવે ખરીદી કેન્દ્ર ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.

 રોજ ૧૦૦ ખેડૂતો ને બોલાવાવ માં આવી રહ્યાં છે ત્યારે ં ૧૦૦ ખેડૂતો ને રોજ મેસેજ કરવા માં આવે છે પરંતુ છેલ્લા દ્યણા સમય થી કોઈ ટેકિનકલ ખામી ને કારણે ખેડૂતો ને મેસેજ નહીં મળતા હેરાન પરેશાન થઇ રહ્યા છે, જેને લઈ ને ધોરાજી તાલુકા ના અનેક ગામો ના સરપંચ અને ખેડૂતો આજે ધોરાજી ના ખરીદ કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા આ બાબત ની તાપસ કરી હતી, ખેડૂતો ને થઇ રહેલ મુશ્કેલી ને ઉકેલવા માટે રજુઆત કરી હતી.

જયારે સરકારી ખરીદ અધિકારી દ્વારા વચલો રસ્તો કાઢતા જે ખેડૂતો ને સરકાર તરફ થી મેસેજ નથી મળતા તને ફોન કરી ને બોલાવવા માં આવતા હતા, હાલ તો ખેડૂતો ને સરકાર જે મગફળી ના ભાવ નક્કી કરેલ છે તે ભાવે માં થોડો વધારો કરવા માં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.

(11:43 am IST)