Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પોરબંદર જિલ્લામાં વારસાઇ હકક એન્ટ્રીમાં બેદરકારી?

તાલુકાના મંડેરની જમીનના હકકપત્ર નકલ માટે આરટીઆઇ અરજી કરતા ૩ પ્રયત્નો બાદ મુળ રેકર્ડમાં માહિતી ઉપલબ્ધ નહીં હોવાનો મામલતદારનો એકરાર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. પ :.. સરકારી કચેરીમાં અમુક  કામગીરીના હુકમ નિર્ણય, ઠરાવો મિલ્કત સંબંધનો લેખો, જમીન, ખેતર, વાડી, માપણી, વારસાઇ હકકો સરકારશ્રી દ્વારા વેંચાણથી અપાયેલ લેખો, તે આધારે માલીકી હકક ઉત્તરો ઉપર પ્રાપ્ત થતા વારસાઇ હકકો વિગેરે મહેસુલી રેકર્ડ દસ્તાવેજની નોંધણી કબજા હકક પ્રાપ્તના લેખો વિગેરે આજીવન રાખવાના હોય છે.

અમુક રેકર્ડ અમુક સાલ સુધીનું રેકર્ડ - માહિતી લેખો, હકક પ્રાપ્તીના લેખો સરકારી નોંધ અમુક વરસથી સંબંધીત કચેરીમાંથી મળે ત્યારબાદ સરકારી અભિલેખાગાર કચેરી યાને રેકર્ડ ઓફીસમાં મોકલી આપવામાં યાને સોંપણી કરવામાં આવે છે. જવાબદાર અભિલેખાગાર યાને રેકર્ડ કીપર અધિકારી ને સંભાળી પોતાના કચેરી હસ્તક સાચવી રાખે તે પણ સારવાર તબકકા વાર હોય છે. દેશી રજવાડાના શાસનથી આ વ્યવસ્થા કાયમી રહી છે.

દેશી રજવાડામાં તેમજ બ્રિટીશ શાસનમાં સરકારી રેકર્ડ બરોબર સચવાય રહે. મિલ્કત ધારકો - જમીન ધારકો ખેતીવાડી ધારકોનું હિત જળવાય. હિત-હકકને નુકશાન થાય નહીં માટે  રેવન્યુ ઓફીસ તહેતદાર - તલાટી કચેરી મહાલ (તાલુકા કચેરી) કચેરી તેમજ મુખ્ય રાજધાનીમાં આજના મામલતદાર યાને મામલતદાર રેવન્યુ કમીશનર કચેરી વિગેરે વ્યવસ્થા ચીવટ ભરી રહેતી. પ્લોટની ઓળખ પાંચ ગ્રામ્ય કે તેથી વધુ સંખ્યામાં આસપાસ નજીક ગામનો સમુહનું રેકર્ડ ગ્રામ્ય વિસ્તારમાં મોટું હોય તે ગામમાં રહેતી. પાંચ થી સાત ગામ વચ્ચે એક હપ્તેદાર હોય. માટે ભાગે તે જ કચેરીમાં કામગીરી જરૂરીયાત પુરી થાય.  વિશેષ જરૂર પડે તેહલસીદાર યાને તલાટી. તેથી આગળ મહાલ કચેરી (તાલુકા કચેરી) તેના વહીવટદાર અધિકારી મહાલકારી, સમક્ષ રજૂઆત થતી ત્યાંથી પાટનગર (રાજધાની) રેવન્યુ કચેરીમાં મામલતદાર - રેવન્યુ કમીશનર કચેરી - રેવન્યુ અધિકારી (કલેકટર) વિગેરે વ્યવસ્થા રેકર્ડ સાચવવાની જે તે કચેરીમાંથી ન્યાયકિત હુકમ - હકક પ્રાપ્તીના થયેલ ત્યાંથી રેકર્ડ ઉપલબ્ધ થતું અરજદાર - રજૂઆત કરનાર લાભાર્થીઓને રાહત મળતી ગોલમાલની તો ઓળખ જ નહોતી. હકક અને ન્યાય મળતો જો રાજવી સુધી વાત પહોંચે તો સમજી લેવું કોઇક પણ આકારા પગલાં લેવાશે.

જયારે વર્તમાન સ્થિતિ-યુ-ટન મારી ગઇ છે. હકકદાર હકકો ડૂબી જાય છે. ખાતેદાર - મહાલકારી કચેરીઓ બંધ થઇ માત્ર બે થી ત્રણ ગામ વચ્ચે એક તલાટીની કચેરી હોય છે. તે પણ મોટેભાગે અનિયમિત ચાલતી હોય છે. અરજદારનો ધકકા થઇ પડે છે. મહાલકારીની કચેરી અપ-ગ્રેડ- કરી મહાલને પણ અપગ્રેડ કરી તાલુકાનું નામ આવેલ છે. મહાલકારીના બદલે મામલતદાર કચેરી - કાર્યરત થઇ છે. વધુ સત્તા સાથે મામલતદરની નિમણુંક કરેલ છે. તાલુકા પંચાયત - જીલ્લા પંચાયતની કચેરીઓ નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) જીલ્લા કલેકટરની કચેરી વિગેરે કાર્યરત ભારત સ્વતંત્ર થયા પછી કરેલ છે. આવી કચેરીમાં રેવન્યુ કામગીરી કરવામાં આવે છે. રેકર્ડ સાચવણી માટે અલગ વ્યવસ્થા રેકર્ડ કચેરી જે તે કચેરીમાં કરવામાં આવેલ છે. પરંતુ આ વ્યવસ્થા ડોહળાય  ગયેલ છે. રેવન્યુ કચેરીમાં રેકર્ડમાં માટે ગરબડ રહેલ છે. વારસાઇ હકક ધારકોના નામ રેકર્ડમાંથી અદ્રશ્ય બની જાય છે.

કેટલાક કિસ્સા અરજદારની જીંદગી પુરી થઇ જાય તો પણ  ન્યાયથી વંચિત રહી જાય છે. આવો એક કિસ્સો પોરબંદરના મંડેર (ઘેડ) ગામના રહીશ મોહનભાઇ રામભાઇ બાલસને અન્યાય થયનો બહાર આવેલ છે.

પોરબંદર તાલુકા જીલ્લાના મંડેર (ઘેડ)ના વતની મોહનભાઇ રામભાઇ બાલસના પિતાની નામની વારસાઇ હકકની જમીન મંડેર (ઘેડ) ગામમાં આવેલી છે. પિતા કેળવણી નિરીક્ષક હતાં. તેમના ભાગની જમીનમાં વારસદારોના નામ દાખલ કરવામાં આવેલ. પુત્રી સહિતના વારસદારના નામ દાખલ કરાયેલ. હકક પત્ર નોંધ પણ દાખલ હતાં. પરંતુ ઓનલાઇન કામગીરીમાં વારસદારના નામ નીકળી ગયેલ. માત્ર એક જ વ્યકિત  માલુમ પડતાં તા. રપ-૧૦-ર૦૧૮ નો અરજીથી હકક પત્ર નોંધ દાખલ કરવા તા. ૭-૧ર-૧૯૯૧ ના રોજ સ્થાનિક કાગળોની ખરી નકલ પણ માંગવમાં આવેલ. જે ઉપરથી રેકર્ડ ચકાસણી, ઉકત નોંધ મળી આવેલ ન હતી. તે સામે પ્રથમ અપીલ અધિકારી શ્રી નાયબ કલેકટરશ્રી પોરબંદર સમક્ષ અપીલ કરવામાં આવેલ. મામલતદાર  (ગ્રામ્ય) દ્વારા થયેલ હુકમ આપેલ પ્રત્યુતરને વ્યાજબી ગણી અરજી દફતરે કરવા આદેશ કરેલ. જેનાથી નારાજ થઇ રાજય માહિતી કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવેલ. રાજય માહિતી કમિશનરના હુકમ નંબર અપીલ ૭૧પ-ર૦૧૯ તા. ર૬-ર૦-ર૦ થઇ આવેલ. સુચના અનુસાર અત્રેના રેકર્ડ પરથી ખરાઇ કરવામાં આવેલ છે. પરંતુ ઉકત નોંધ મળી આવેલ ન હોય.

આ બાબતે  જાહેર માહિતી અધિકારી અને મામલતદાર (ગ્રામ્ય) સોગંદનામા ઉપર મામલતદાર (બી. જે. સાવચલીયા) જાહેર કરી મુળ અપીલ. અરજદાર તથા માહિતી કમિશનરશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર તેમજ પ્રથમ અપીલ અધિકારી  અને નાયબ કલેકટર  પોરબંદર સોગંદનામાની નકલ મોકલી જાણ કરેલ.

સોગંદનામામાં બી. જે. સાવલીયા, જાહેર માહિતી અધિકારી અને મામલતદાર પોરબંદર (ગ્રામ્ય) આપી સોગંદ ઉપર જાહેર કરૃં છું કે, મોજે મંડેરની હકક પાત્ર નોંધ દાખલ કરવાની તા. ૭-૧ર-૧૯૯૧ અરજીના સાધનિક કાગળો મળી આવેલ નથી. આ અંગે અમારા ત્રણ વખતના પ્રયત્નો બાદ આ નોંધ મળી આવેલ ન હોય હાલ અત્રેની કચેરી ખાતે ઉકત નોંધના કાગળો સઘન પ્રયત્ન બાદ પણ મળી આવેલ ન હોવા અંગે હું સોગંદનામા પર જાહેર કરૃં છું. તેવો એકરાર કરેલ.

પોરબંદરમાં આ સર્વ પ્રથમ કિસ્સો એવો છે કે, મામલતદારશ્રીએ સોગંદનામા પર હકિકત જાહેર કરવી પડી અને અરજદારો તેમજ સરકારશ્રીને પણ જાણ કરવી પડેલ. પરંતુ આ ઉપરથી નાયબ કલેકટરશ્રી કચેરીમાં થયેલ અપીલ સંદર્ભે મામલતદરશ્રીના સોગંદનામાની દાખલ કરાયેલ અપીલનો ઠરાવ- હુકમ આપતાં રજૂ થયેલ સોગંદનામા માં સંબંધે કોઇ નોંધ ખુલાસો દર્શાવેલ નથી.  મુળ અરજદારથી મોહનભાઇ રામભાઇ બાલસ જણાવે છે કે અપીલ સુનાવણીની તમામ તારીખે પોતે હાજર રહેલ હોય તે પણ દર્શાવી નથી. અને સાઇઠ દિવસમાં જીલ્લા કલેકટરશ્રી અપીલ આપેલ ઠરાવ-હુકમ ન્યાય મળેલ ન હોય તો જણાવેલ છે.

અરજદાર મોહનભાઇ રામભાઇ બાલસે ન્યાય મેળવવા માટે જે સંઘર્ષ કરેલ છે. મોહનભાઇ રામભાઇ બાલસે, ગુજરાત માહિતી અધિકાર અધિનીયમ-ર૦૦પ ની કલમ હેઠળ અપીલની માહિતી આપવા માગણ કરેલ. પ્રથમ આર. ટી. આઇ. કરી માહિતી મામલતદાર પોરબંદર (ગ્રામ્ય) પાસે મેળવી. તેથી સંતોષ નહીં. પ્રથમ અપીલ ઓથોરેટી નાયબ કલેકટરશ્રીને અપીલ, તે કાર્યવાહીથી પણ સંતોષ નહીં થતાં નારાજગી દર્શાવી ગુજરાત માહિતી આયોગ, કર્મયોગી ભવનને બીજી અપીલ મોકલતાં તા. રર-૧૧-ર૦૧૮ ના પત્ર (ઝેરોક્ષ નકલ સામેલ છે.), તેની વિગતે અરભ્યારશ્રી માહિતી પુરી પાડવા જણાવેલ. વિગત ધ્યાને  લેવા જણાવેલ. જે સંદર્ભે માહિતી પ્રથમ અરજદારને મેળવવા મુશ્કેલી રહી તેમ અરજદારીએ જણાવેલ. ત્યારબાદ બીજા હુકમથી મામલતદારશ્રીએ માહિતી સોગંદનામા પર જાહેર કરેલ.

આ પત્ર તા. રપ-૮-ર૦ર૦ થી આપવા જણાવેલ જે સંબંધે જાણ કરતી નકલ. શ્રી કલેકટર પોરબંદર પ્રથમ અપીલઅધિકારી અને નાયબ કલેકટર, પોરબંદર તથા પત્રની નકલ શાખા અધ્યક્ષ ઇ-ધરા તલાટી કમ-મંત્રી મંડેર ગ્રામ પંચાયત ખાતે હોઇ રેકર્ડ કસ્ટોડીયા ત.ક.મ. હોઇ સંબંધ કર્તાનો પરામર્શ થવા મામલતદારશ્રીએ પત્રથી જણાવેલ છે.

(11:42 am IST)