Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સુરેન્દ્રનગરમાં લાખોના ખર્ચે બનેલા પે એન્ડ યુઝ શૌચાલય બંધ પડયા છે..!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.પ : હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાઓ સ્વચ્છ બને અને જિલ્લાઓમાં થતી ગંદકી અટકે એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર ખાસ પ્રકારે તત્પર બની છે અને સમગ્ર ગુજરાતમાં અને દેશમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર સ્વચ્છ બને તેવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા જિલ્લામાં અનેક એ એન્ડ યુઝ શૌચાલયો માં લાખો રૂપિયા નાખી ને નવનિર્મિત કર્યા છે કયારે આ પે એન્ડ યુઝ શૌચાલય વ્યવસ્થાના અભાવે અને જે તે સંસ્થા ને સંચાલન માટે આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સંસ્થાઓ આ પે એન્ડ યુઝ સૌચાલય નું વ્યવસ્થાપન કરવા માટે તદ્દન નિષ્ફળ નીવડી છે.

જેના કારણે જિલ્લાના અનેક પે એન્ડ યુઝ શૌચાલયો બંધ હાલતમાં પડ્યા છે જયારે અમુક ચાલુ છે તો તેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે એકવાર નગરપાલિકા દ્વારા ફાડવી આપવામાં આવેલ જે તે સંસ્થાને આવા સૌચાલય ની મુલાકાત પણ છેલ્લા પાંચ વર્ષથી લેવામાં ન આવી હોવાની પ્રાપ્ય વિગત બહાર આવી છે જે તે સંસ્થા દ્વારા એક માણસ ની નિમણૂક કરીને આવા પે એન્ડ યુઝ સૌચાલય ચલાવવામાં આવી રહ્યા છે.

ત્યારે હાલ જિલ્લાના અનેક પે એન્ડ યુઝ શૌચાલય જે તે સંસ્થાને અળવી આપવામાં આવેલ છે ત્યારે આવી બધી મોટાભાગની સંસ્થાઓ બારના રાજયની અથવા તો બારના જિલ્લાની હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલય માં મુલાકાત પણ છેલ્લા પાંચ વર્ષથી આવી સંસ્થાઓ એ લીધી ન હોવાની ત્યાંના સ્થાનિક કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે સુરનગર જિલ્લાના મોટાભાગના પે એન્ડ યુઝ સોચાલય અત્યંત બિસ્માર હાલતમાં છે.

ત્યારે અમુક શૌચાલયો સંસ્થાની ફાળવણી બાદ પાંચ વર્ષ બાદ પણ હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આગામી સમયમાં આવા બંધ પડેલા અને લાખોના ખર્ચે નવનિર્મિત પામેલા શૌચાલયો સત્વરે ખોલવામાં આવે અને લોકોને ઉપયોગમાં આવે એવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલ કરી રહ્યા છે.

(11:40 am IST)