Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વલસાડની ઠગાઇના ગુન્હાનો છ વર્ષથી ફરારી જામનગરમાં ઝડપાયો

જામનગર, તા., પઃ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં. ૧૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૮ના કામેના છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપી હીરેન મહેન્દ્રભાઇ દતાણી (ઉ.વ.૩૬) રહે. તીરૂપતી-ર યોગેશ્વરધામ ર જામનગર વાળો હાલ અત્યારે તેમના રહેણાંક મકાને હોય જે બાતમી મળતા તુરત જ સદર જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત બાતમી વર્ણન વાળો મજકુર ઇસમ મળી આવતા તેઓને પકડી ધોરણસર કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામા તથા પો.સઇ.  આર.વી.વીંછી  તથા વી.કે.ગઢવી તથા એએસઆઇ જ્ઞાનદેવસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા તથા વિક્રમસિંહ ઝાલા પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ઝાલા, અરજણભાઇ કોડીયાતર, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, દિનેશભાઇ સાગઠીયા, બશીરભાઇ મલેક, હિતેશભાઇ ચાવડા, મયુદીનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા તથા પો.કોન્સ. સોયબભાઇ મકવા, રવીભાઇ બુજડ, સંજયભાઇ પરમાર, લાલુભા જાડેજા તથા પ્રિયંકાબેન ગઢીયા ડ્રા.પો.કોન્સ. દયારામભાઇ ત્રિવેદી તથા સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે.

(11:40 am IST)