Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જામનગરના હડીયાણા ગામે ડીગ્રી વિના ડોકટર બનેલ પટેલ શખ્સ ઝડપાયો

જામનગર તા. પ :.. હડીયાણા ગામમાં જાગનાથ મહાદેવની બાજુમાં ભારતીબેન મોહનભાઇ ભીમાણીના મકાનમાં શ્રીજી કીલનિકના નામે ભરતભાઇ મનહરલાલ કાનાણી પટેલ ઉ.પ૩ ધંધો વેપાર રહે. હડીયાણા ગામ ગંગોત્રી પાર્ક સોસાયટી ગામ હડીયાણા તા. જોડીયા મેડીકલ ડોકરટને લગતી ડીગ્રી ધરાવતાં ના હોવા છતાં દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે રેઇડ કરી (૧) સ્ટેથો સ્કોપ-૧ કિ. રૂ. ર૦૦ (ર) ડાયમન્ટ કંપનીનું બી. પી. માપવા માટેનું મશીન કિ. રૂ. ૧ર૦૦ (૩) આર. એલ. કંપનીના પ૦૦ એમ. એલ.ના પ્રવાહી ભરેલ બાટલા ૧૧ કિ. રૂ. ૧૧૦ (૪) ડીસ્પોઝલ વાન ર.પ એમ. એલ. નંગ ૮૦ કી. રૂ. ૪૦૦ (પ) ડીસ્પોઝલ વાન ૩ એમ. એલ. નંગ ૯૦ કિ. રૂ. ૪પ૦ (પ) વજન કાંટો ૧ કિ. રૂ. રપ૦, તથા જુદી જુદી કંપનીઓની દવાઓ ભરેલ બોકસ કિ. રૂ. ર૭૦૦ લેખે એમ કુલ મુદામાલ રૂ. ૬૪૦પ નો મુદામાલ કબ્જે કરી પોલીસ હેડ કોન્સ. મયુદીન સૈયદ એ મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(11:39 am IST)