Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ૧૭૨માં પાટોત્સવની ઉજવણી

આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સહિત સંતો અને ભાવિકોની ઉપસ્થિતી : ધર્મમય માહોલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

વાંકાનેર : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના પાટોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેની તસ્વીરી ઝલક

વાંકાનેર,તા. ૫: બોટાદ જીલ્લાનું જગ વિખ્યાત સુપ્રસિદ્ઘ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે જયાં શ્રી સ્વામિનારાયણ ભગવાને આ જગ્યાને પાવન કરી છે. અને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરૂદેવ પૂજય શ્રી ગોપાળાનંદ સ્વામીજીએ પોતાના પ્રતાપથી આ પાવન ભૂમિમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની સ્થાપના કરેલ છે. આજે દાદાની કૃપાથી લાખો ભકતો દાદા નું શરણુ સેવી રહ્યા છે.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના દર્શન કરીને તન મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજે પણ આ ભૂમિમાં તપસ્યા કરેલ છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનો અનોખો મહાત્મય છે. એમના વિશે શું લખી શકીયે આ ભૂમિમાં આવીને સહું ભાવિક ભકતો મનને શાંતિ મેળવે છે. દાદા સહુના સંકટ દૂર કરે છે. આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનો (૧૭૨) પાટોત્સવ મહોત્સવ હોય આજરોજ સવારના સવારના ૫:૩૦ કલાકે દાદાની 'મહા આરતી' કરવામાં આવેલ હતી આ પ્રસંગે ધર્મ ધુરઘર આચાર્ય પૂજય શ્રી રાકેશ પ્રશાદ મહારાજશ્રીના હસ્તે દાદાને 'અભિષેક' શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનો પાટોત્સવ અભિષેક સવારે આઠ કલાકે યોજાયેલ હતો આ પ્રંશગે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ 'મારૂતી યજ્ઞ' યોજાયેલ હતો આ ઉપરાંત શ્રી નીલકંઠ મહાદેવજી થી 'શોભાયાત્રા' પણ નીકળી હતી તેમજ ત્રિ દિવસય 'કથા'નું આયોજન કરવામાં આવેલ હતું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો આજે પાટોત્સવ નિમિતે 'અન્નકૂટ' દર્શન સવારે અગિયાર કલાકે યોજાયેલ હતા આ સાથે કથા ની પુર્ણાહુતી થયેલ હતી આ પ્રસંગે ધર્મ ધુરઘર ૧૦૦૮ પૂજય આચાર્ય શ્રી રાકેશ પ્રશાદજી મહારાજશ્રી એ પોતાના આર્શીવચન પ્રવચન આપેલ હતું.

તેમજ સંતોના દર્શનનો લાભ હરી ભકતોને મળેલ હતો. આજ સવારથી સાળંગપુરમાં ધર્મમય માહોલ જામેલ છે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે મહોત્સવની ઉજવણી થઈ રહેલ છે આ પ્રસંગે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાદાને અનોખો શણગાર કરવામાં આવેલ છે. તેમજ આ પ્રસંગે કોઠારી સ્વામીશ્રી પૂજય શ્રી વિવેકસાગર સ્વામીજી (અથાણા વાળા) તેમજ સંતો તથા પૂજય ડી કે સ્વામીજીએ જહેમત ઉઠાવી હતી.

(11:27 am IST)