Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જંગલમાં મંગલઃ સાસણના હોલી-ડે ફાર્મમાં મોજે દરિયા

પ્રકૃતિના ગોદમાં કિલકિલાટ અને રાત્રી રોકાણનો રોમાંચઃ સાસણથી માત્ર ૪ કિ.મી. દૂર ચિત્રોડ ગામ પછી કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળે માણો કુદરતનો વૈભવી ઠાઠઃ સ્વીમીંગ પુલ, સુવિધા સાથેના કોટેજી'સ, કીડસ પ્લે એરિયા અને કેમ્પફાયર તથા અસ્સલ કાઠીયાવાડી ભોજનનો સહ પરિવાર આનંદ માણો

રાજકોટ તા. ૫ : એશિયાનું સૌથી વધુ કુદરતી વન વૈભવ ધરાવતુ અને આધ્યાત્મિક ભૂમી ધરાવતા સાંસણગીર જંગલમાં પારિવારીક માહોલ સાથે પ્રકૃતિના ખોળે રહેવાનો અને માણવાનો આનંદ હવે 'હોલી-ડે ફાર્મ'માં મળી રહ્યો છે.

સાસણથી ૪ કી.મી. દુર ચિત્રોડ ગામ પછી આવતા 'હોલી-ડે ફાર્મના સંચાલક અને લાગણીશીલ તથા માયાળુ સ્વભાવના જગાભાઇ નંદાણીયા જણાવે છેકે સાસણ જંગલ વિસ્તારના આ હોલી-ડે ફાર્મમાં પારિવારીક માહોલ સાથે કાઠિયાવાડી મહેમાન ગતી માણી શકાય તેવી સુવિધાઓ રાખવામાં આવી છે.

અહી ૧૦ કોટેજીસ છે જેમાં એ.સી. ડબલ બેડની સુવિધાઓ છે ત્થા સંકુલમાં ફેમીલી સ્વીમીગ પુલ છે.

ફાર્મમાં પ્યોર દેશી કાઠીયાવાડી પદ્ધતીથી ભોજનની વ્યવસ્થા છે. જેમાં ચુલા ઉપર જ રસોઇ કરવામાં આવે છે. અને મહેમાનોને અહીના પરંપરાગત ભાવતા ભોજન પીરસવામાં આવે છે. ર૪ કલાકની ચેક આઉ-આઉટ પદ્ધતી છે. આ દરમિયાન મહેમાનો જંગલમાં રાત્રી રોકાણનો રોમાંચ માણવા લાયક છે. કેમ્પ ફાયર અને મહેમાનો ઇચ્છે તો ધમાલ નૃત્ય સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન થાય છે. જગાભાઇના જણાવ્યા મુજબ વિકએન્ડ અને હાલમાં દિવાળી વેકેશન દરમિયાન કુદરતી સાંૈદર્યને માણવા માટે હવે લોકો ''હોલી-ડે ફાર્મ'' વધુ પસંદ કરી રહ્યા છે. કેમ કે અહીં તદ્દન પારિવારિક માહોલ અને કાઠિયાવાડની મહેમાનગતીની પરંપરાથી થતી દેખભાળથી મહેમાનોને પોતીકુ લાગે છે. હોલીડે-ફાર્મ પર રોકાણ કરવા સંચાલકો જગાભાઇ નંદાણિયા (મો.૯૮૭૯૮ ૪૦પ૬૭) ત્થા અરવિંદભાઇ જોટવા (મો.૯૯૭૯ર ૮૭૬૬૧) નો સંપર્ક સાધી શકાય.

facebook: holidayfarmsasanchitod

જગાભાઇ નંદાણિયા (મો.૯૮૭૯૮ ૪૦પ૬૭) અરવિંદભાઇ જોટવા (મો.૯૯૭૯ર ૮૭૬૬૧)

(11:12 am IST)