Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ભાવનગર નજીક અકસ્માતમાં થોડા દિવસ પહેલા જ લગ્ન કરનાર આશિષ માવરીયાનું પત્નિની નજર સામે જ મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. પ : સિહોરના મારૂતિનગરમાં રહેતા અને તંબોલી કાસ્ટીંગમાં નોકરી કરતા આશિષભાઇ બહાદુરભાઇ માવરીયા તેના પત્ની જયશ્રીબેનને લઇને એકટીવા સ્કૂટર પર ભાવનગર આવી રહ્યાં હતાં ત્યારે વરતે જ પાસે આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીક ડમ્પર અને એકટીવા સ્કૂટર વચ્ચે અકસ્માત થતા આશિષભાઇનું બનાવ સ્થળે મોત નિપજયું હતું. જયારે જયશ્રીબેનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

મૃતક આશિષભાઇના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતાં અને આજે સવારે તેમના પત્ની જયશ્રીબેનને પિયર મૂકવા માટે ભાવનગર આવી રહ્યાં હતાં ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવ અંગે મૃતકના મામા રાજુભાઇ ડાભીએ વરતેજ પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.

(9:53 am IST)