Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ભાવનગરમાં ૧૭ પોઝીટીવ કેસ

જિલ્લામાં નોંધાયેલ ૪,૮૩૫ કેસો પૈકી ૬૧ સારવાર હેઠળ

ભાવનગર તા.૫: જિલ્લામા વધુ ૧૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૮૩૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧ તેમજ પાલીતાણા તાલુકાના નવાગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯ અને તાલુકાઓના ૫ એમ કુલ ૧૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૮૩૫ કેસ પૈકી હાલ ૬૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૬૯૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:32 am IST)