Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કચ્છની રણ સમુદ્રી સીમાએ ભારતીય જવાનો એલર્ટ : રાકેશ અસ્થાના

બીએસએફના વડા રાકેશ અસ્થાનાએ કોટેશ્વર જખૌ દરિયાઇ સીમાનું નીરીક્ષણ કર્યું : પત્નિ સાથે કોટેશ્વર મહાદેવ મંદિરે શિવપુજા કરી

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૫:  પોતાના કચ્છ પ્રવાસના બીજા દિવસે બીએસએફના વડા રાકેશ અસ્થાનાએ કોટેશ્વર મંદિરે સજોડે શિવ પુજા કર્યા બાદ પાકિસ્તાનને જોડતી દરિયાઈ સરહદનું નીરીક્ષણ કર્યું હતું.

બીએસએફના વડા અસ્થાના સ્પીડ બોટ દ્વારા જખૌ અને કોટેશ્વરના દરિયામાં પાકિસ્તાન સાથે જોડતી દરિયાઈ સરહદે પહોંચ્યા હતા. કચ્છની જળસીમા અને ક્રીકસીમાએ તૈનાત જવાનો દ્વારા કરાતી સુરક્ષા વ્યવસ્થા નિહાળી તેમણે જવાનોનો હોંસલો બુલંદ કર્યો હતો.

અત્યારે કચ્છની દરિયાઈ સરહદે મરીન કમાન્ડો, સ્પીડ બોટ, હોવરક્રાફટ ઉપરાંત ક્રીક મધ્યે ઓલ ટેરેઈન વ્હીકલ દ્વારા કરાતી સીમા સુરક્ષા, ક્રોકોડાઈલ કમાન્ડોની તૈનાતી સહિતની વ્યવસ્થા નિહાળી બીએસએફના ડીજી શ્રી અસ્થાનાએ કચ્છ સરહદે જવાનો એલર્ટ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રવાસ દરમ્યાન ગુજરાત બીએસએફના આઈજી જી.એસ. મલિક તેમની સાથે રહ્યા હતા.

(11:28 am IST)