Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સોમનાથ-વેરાવળ -પાટણમાં કોરોનાના કારણે અટકેલા લગ્નોની શરણાઇ ગુંજશે : ૮૨૮ની નોંધણી

પ્રભાસ પાટણ,તા. ૫: માર્ચના પ્રથમ બે સપ્તાહ સુધી સોમનાથ-વેરાવળમાં રંગેચંગે લગ્નોની મોસમ પરાકાષ્ટાએ હતી પરંતુ ૨૨ માર્ચ પછી વૈશ્ચિક કોરોના મહામારી પુરપાટ ઝડપે રાજ્યમાં વધી જેને કારણે લગ્નોત્સવોની રંગતમાં બ્રેક લાગી અને નિયંત્રણો પણ આવ્યા.

સોમનાથ-વેરાવળ-પાટણ નગરપાલિકા ખાતે લગ્ન થયા બાદ લગ્નનોંધણી શાખા કાર્યરત છે.

આમા નોંધી કરાવવાથી લગ્ન થયેલ નવયુગલોને વિદેશ જવા પાસપોર્ટ, કોર્ટ કચેરી વિવાદ અને અન્ય પ્રસંગોએ લગ્ન નોંધણી સર્ટીફીકેટ મહત્વનું દસ્તાવેજ બને છે.

વર્ષ -૨૦૨૦ નોંધાયેલ લગ્ન યુગલની સંખ્યા માર્ચ -૧૫૭, એપ્રિલ-મે ૩૬, જૂન ૧૧૧, જુલાઇ ૧૪૪, ઓગષ્ટ-૮૫, સપ્ટે. ૧૮૩, ઓકટો. ૧૧૨. નવેમ્બર માસ દેવદિવાળી પછી શરણાઇઓ ગુંજશે અને લગ્નના માત્ર થોડા દિવસના જ મુહૂતો છે. તા. ૨૫,૨૭,૨૯,૩૦ લગ્ન નોંધણી કરાવવા નગરપાલિકા ઓફિસે ફોર્મ વિગત સાથે રજુ કરવાના હોય છે.

(9:50 am IST)