Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જામનગરના શાપર પાટીયા પાસે કાંટાની ઝાડીમાં તાજી જન્મેલ બાળાને કોઇ ફેંકી ગયું

૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે ઓકિસજન આપીને શ્વાસ ચાલુ કર્યો : જી.જી.હોસ્પિટલમાં સારવારમાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૫:  જામનગરના સિક્કા નજીક શાપર ગામમાં કાંટામાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. સાંજ ના સમયે ૧૦૮ સિક્કા લોકેશન ને શાપર ગામ થી એક કોલ આવેલ જેમાં શાપર પાટિયા પાસે એક તાજી જન્મેલ બાળકીને કાંટામાં કોઈ નાખી ને જતું રહ્યું હતું .જેથી ૧૦૮ની ટીમ તાબળતોબ પહોંચી હતી. ત્યાં કાંટા વચ્ચે બાળકી જોવા મળતા જ ૧૦૮ના EMT રસીલાબા અને પાઇલોટ મેહુલભાઈ એ તાત્કાલિક બહાર કાઢી અને ૧૦૮ એમ્બુલેન્સમા ખસેડી બાદ ઓકિસજન આપી બાળકી ને શ્વાસ ચાલુ કરી દીધો અને જરૂરી સારવાર સાથે જી. જી. હોસ્પિટલ લાવ્યા હતા.

આમ એક બાળકી નો જીવ બચાવ્યો જેની નોંધારી મુકેલ બાળકીને જીવતદાન મળતા લોકોએ આ કામગીરીને લઈને ૧૦૮ની ટીમને ખુબ ધન્યવાદ આપી વખાણ કર્યા હતા..આ બાળકી એક જ દિવસની હોવાનું સામે આવ્યું હતું. જેને જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગમા સારવાર આપવામાં આવી રહી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:52 pm IST)