Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પાણીયા રેન્જના ચાંચાઈ રાઉન્ડમાં દીપડાનો આતંક :5 વર્ષના બાળક પર હુમલો : સારવાર દરમિયાન મોત

લોકોના હોબાળાના કારણે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો

ધારીઃ પાણીયા રેન્જના ચાંચાઈ રાઉન્ડમાં ફરી એક વખત દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાના કારણે આજુબાજુના લોકો દોડી આવતાં ઘાયલ અવસ્થામાં બાળકને મુકીને દીપડો ભાગી ગયો હતો

  મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના ખેતમજૂર પરિવાર સાથે બાળક ગામની નદીએથી ખેતર તરફ જતા હતા તે સમયે બાળક પર હુમલો કર્યો હતો. લોકોના હોબાળાના કારણે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. જે બાદ ગંભીર રીતે ઘવાયેલા બાળકને સીએચસી સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરૂણ મોત થયું હતું. બાળકના મોતના સમાચારથી તેના માતા-પિતાએ રોકકળ કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

(10:36 pm IST)