Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

રાણાવાવમાં ખેડૂતોનો અનોખો વિરોધ : ઢોલ-નગારા વગાડી મામલતદાર કચેરીએ પહોંચ્યા

પોરબંદરના રાણાવાવ મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ ઢોલ-નગારા વગાડી તંત્રનો અનોખો વિરોધ કર્યો. ખેડૂતોએ ઢોલ નગારા વગાડી પાક વિમા સહિતના વિવિધ મુદ્દાઓની રજૂઆત મામલતદારને કરી હતી. ખેડૂતો સાથે ખેડૂત હિત રક્ષક સમિતિના પાલ આબંલીયા અને ગીરધર વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ મામલતદારને  આવેદનપત્ર પાઠવી પાક  વિમો આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

(12:14 am IST)