Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ભરૂચના સ્ટેશન રોડ પર ભાજપના કાર્યકર મહેશ નિઝામા પર છરીથી જીવલેણ હુમલો

બુકાનીધારી બે શખ્શો છરીથી હુમલો કરીને ફરાર :ધારાસભ્ય સહિતના આગેવાનો પહોંચ્યા

ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા સુપર માર્કેટ નજીક ભાજપના  કાર્યકર પર ચપ્પાથી હુમલો થતા સનસનાટી મચી જવા પામી છે ભરૂચના  સુપર માર્કેટ પાસે ભાજપના કાર્યકર મહેશ નિઝામા પર ચપ્પાથી હુમલો કરાયો છે. બુકાનીધારી બે શખ્સો ચપ્પાથી હુમલો કરી નાસી ગયા છે. હુમલામાં ઈજાગ્રસ્ત મહેશ નિઝામાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

(11:05 pm IST)