Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સાવરકુંડલાનાં ઘજડીપરાની સીમમાં મહિલાનું માથા વગરનું ધડ મળતા તપાસ

મૃતકની ઓળખ મેળવવા તજવીજઃ હત્યાનાં કારણ અંગે પુછપરછ

સાવરકુંડલા-અમરેલી તા. પ :.. ગઇકાલે સાંજે સાવરકુંડલા થી પાંચેક કિ. મી. દૂર આવેલ. ધજડી પરા ગામની સીમમાં સાવરકુંડલા નગરપાલીકાની કચરો એકઠો કરવા માટે આવેલી ખાતરવાડી પાસેથી એક અજાણી મહિલાનું માથા વગરનું ધડ મળતા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સનસનાટી પ્રસરી જવા પામી છે.

બનાવ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસે ગુનો નોંધ મૃતક મહિલાની ઓખડ-કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આજે સવારે સ્થળ પર એફ. એસ. એઇ., ડોગ સ્કોડ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘસી ગયો છે. અને રહસ્યમ બનાવનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે. દરમ્યાન મૃતક ધડને ફોરેન્સીક પી. એમ. રીપોર્ટ માટે ભાવનગર સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો છે.

આ અજાણી સ્ત્રી કોણ અહીં કોની સાથે આવી હતી ? હત્યાનું કારણ શું હત્યા કોણે   કરી સહિત જીણવટ ભરી તપાસ આરંભી હતી. આ બનાવને પગલે સાવરકુંડલા પંથકમાં ચકચાર જાગી છે.

(4:03 pm IST)