Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

દેવભૂમિ જિલ્લાના જી.એસ.ટી. પ્રેકટીશ્નરોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર

ખંભાળીયા. તા.પ  : સમગ્ર ગુજરાત ભરમાં જી.એસ.ટી.નું અમલીકરણ થયાને ૧૬-૧૬ મહીના થવા છતાં પણ હજુ મોટા પ્રમાણમાં ગંભીર પ્રશ્નો હોય દેવભૂમિ જીલ્લા જી.એસ.ટી.ના પ્રેકટીશ્નરો, વકીલો, વેપારીઓએ ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી આર.આર. રાવલને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે  દેશમાં જી.એસ.ટી. નોંધણી ધરાવતા વેપારીઓની સંખ્યા એક કરોડ ચૌદ લાખ છે જેની સામે જી.એસ.ટી. સર્વર નબળું પડે છે. જેથી અપગ્રેડ કરી કેપેસીટી વધારવી  જેથી વેપારીઓ સરળતાથી કામ કરી શકે તથા વેપારીઓ લેટ ફી ના મારથી બચી શકે.

વેપારીઓ લોંગઇન કરી એકટીવીટી રીપોર્ટ જનરેટ કરે છે પણ વેપારીઓની નોંધ સિસ્ટમમાં થતી નથી જેથી વેપારીઓને લેઇટ ફી ભરવી પડે છે. રીફંડ પ્રકિયા અત્યંત જટીલ છે. ૯૦ દિવસે પણ રીફંડ મળતું નથી સીન્ગલ વિન્ડો સિસ્ટમમાં ર૦ દિવસમાં નિકાલની માંગ કરાઇ છે.

જી.એસ.ટી. નેટવર્કમાં  પરેશાની થાય તો હેલ્પ લાઇન નંબરમાં ફોન કરીને થાકી જાય તો પણ જવાબ મળતા નથી. અનેક કિસ્સામાં છેક અમદાવાદ, દિલ્હી સુધી વેપારીઓને ધકકા થાય છે.પ્રાદેશિક ભાષામાં હેલ્પ લાઇનના સેન્ટરો હોવા જોઇએ.

આ મુદાઓ અંગે દેવભૂમિ જિલ્લાના જી.એસ.ટી. પ્રેકટીશ્નરો ડિસ્ટ્રીકટ કો ઓર્ડિનેટરશ્રી મહેશભાઇ પાંઉ, પરસોતમભાઇ રાયચુરા, કિરણભાઇ બરછા, ભાવિનભાઇ ગુસાણી, પ્રભુદાસભાઇ દાસાણી, નીતિનભાઇ તારદીયા, સુનિલભાઇ જોશી વિગેરેએ  રજુઆતો કરી હતી.  તથા સાંસદ પૂનમબેન માડમને રજુઆત કરીહતી. (૧૧.૩)

(2:07 pm IST)