Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ધોરાજીમાં એક દાયકાથી વધુ સમય ફરજ બજાવી ગયેલ પીએસઆઇ ચંદ્રસિંહ ઝાલાનો નિવૃતિ વિદાયમાન

મોરબીના એસએસઆઇ ચંદ્રસિંહ દિપસિંહ ઝાલા વયમર્યાદાના કારણે નિવૃત થતા એસપી વાઘેલા ડીવાયએસપી પટેલ વિગેરે દ્વારા સન્માન કરાયું હતું. તે તસ્વીર. (તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ, ધોરાજી)

ધોરાજી તા.૫: મોરબી જિલ્લા પોલીસ સ્ટેશનના આસી. પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ દિપસિંહ ઝાલા વય મર્યાદાના કારણે નિવૃત થતા મોરબી ખાતે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાય રાજ વાઘેલાના અધ્યક્ષતામાં વિદાય સમારંભ રાખેલ હતો. આ પ્રસંગે ડીવાયએસપી આર.કે. પટેલ પીએસઆઇ ડાંગર વિગેરે અધિકારીઓ અને પોલીસ કર્મચારીગણ ઉપસ્થિત રહેલ.

અને જમાદાર ચંદ્રસિંહ દિપસિંહ ઝાલાનું જિલ્લા પોલીસ વડા ડો. કરનરાય રાજ વાઘેલાએ શાલ ઓઢાડી અને મોમેન્ટો દ્વારા સન્માન કરેલ હતું.

આ પ્રસંગે ડીવાયએસપી આર.કે. પટેલ પીએસઆઇ ડાંગર તથા સ્ટાફગણએ મોમેન્ટો અને શાલ ઓઢાડી ચંદ્રસિંહ દિપસિંહ ઝાલાનું સન્માન કરેલ હતું.

નિવૃતિ વિદાય લેતા ચંદ્રસિંહ દિપ સિંહ ઝાલાએ જણાવેલ કે મારી ૩૮ વર્ષની નોકરી દરમ્યાન સૌથી વધુ ધોરાજીમાં ૧૨ વર્ષ અને મોરબીમાં ૮ વર્ષ અને ગોંડલ-પાટણવાવ-ટેકાંરા- પડધરી-જસદણ-જેતપુર ફરજ બજાવી છે. જેમાં અનેક યશસ્વી કામગીરી બજાવેલ છે. અને ઇનામો પ્રાપ્ત કરેલ છેે અને છેલ્લે મોરબી ખાતે સળંગ ૮ વર્ષની નોકરી બાદ વય નિવૃતિ થયેલ છ. અને પોલીસ કર્મચારી-અધિકારી ગણ અને સંબંધીઓના સહકારથી સળંગ ૩૨ વર્ષ સુધી ફરજ બજાવેલ છે.(૧.૨)

(1:39 pm IST)