Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમને 'શ્રેષ્ઠ બાળ મિત્રનો' એવોર્ડ મળ્યો

અમરેલી, તા.પઃ અમરેલી જિલ્લામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમરેલીને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ બાળમિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચેરમેનશ્રી જીલ્લા બાળ સુરક્ષા એકમ -વ. જીલ્લા કલેકટર સાહેબશ્રી તથા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબના સતત માર્ગદર્શન હેઠળ ફરી એક વખત બાળ સુરક્ષા એકમ અમરેલીને રાજય કક્ષાએ દ્વિતિય કક્ષાનો એવોર્ડ મળેલ. ગુજરાત રાજય બાળ અધિકાર  સંરક્ષણ આયોગ, ગાંધીનગરનાં સ્થાપના દિને બાળ અધિકારો અને રક્ષણ અંગેના સેમિનારનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું. આ સેમિનારમાં રાજયનાં સામાજીક ન્યાય અને અધિકારીના રાજય મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

સેમિનાર દરમિયાન અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમને શ્રેષ્ઠ જિલ્લા બાળ સુરક્ષા એકમ તરીકેનો બીજા ક્રમે એવોર્ડ પ્રાપ્ત થતાં રાજયનાં સામાજીક ન્યાય અને અધિકારીના રાજય મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારનાં વરદ હસ્તે અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમનાં અધિકારીશ્રી વિ.યુ.જોષીને એનાયત કર્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમરેલી દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન યોજનાકિય લાભ-૧૦૫૬,૧૪૩ બાળકોનું સંસ્થાકિયા પુનઃસ્થાપન, ૨૭૭ બાળકોને પાલક માતા-પિતા યોજનાકીય પુનઃસ્થાપન, ૧૨૩ બાળકોને એચ.આઇ.વી.શિષ્યવૃતિનો લાભ, બાળલગ્ન અટકાવવાની કામગીરી, તેમજ ૦૮ આર.ટી.ઇ. યોજના હેઠળ મફત એડમિશન અપાવવા જેવી મહત્વની કામગીરી કરી હતી. આ સમારોહમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી જાગૃતિબેન પંડયા, અગ્રસચિવ મનોજ અગ્રવાલ, પોલિસ વિભાગ સી.આઇ.ડી. ક્રાઇમમાંથી અનિલ પ્રથમ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:28 pm IST)