Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સુરેન્દ્રનગરમાં દિવાળી સમયે કલેકટરનું સરાહનીય કાર્યઃ નાના કર્મચારીઓને બોનસ

સુરેન્દ્રનગર, તા.પઃ સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ દિવાળીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં દિવાળીની ધૂમધામપૂર્વક ઉજવણી થાય તે માટે સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવા આવી રહ્યાં છે.સુરેન્દ્રનગર જીલ્લાના મોટા અને મધ્યમ વર્ગના લોકો અને સરકારી કર્મચારીઓ પોતાના સ્વ ખર્ચે પોતે દિવાળી ઉજવી શકે છે પણ વર્ગ ૪ અને સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવાર માટે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આર્થીક રીતે મુશ્કેલી પડતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત સુરેન્દ્રનગર જીલ્લાના ખુદ કલેકટર શ્રી રાજેશ દ્વારા વર્ગ ૪ અને સુરેન્દ્રનગરનાં સફાઈ કર્મચારીઓને  સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે બોલવામા આવ્યા હતા. અને આ સફાઈ કર્મચારી અને વર્ગ ૪ ના કર્મચારીને સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરશ્રીએ પોતાની ચેમ્બરમાં બેસાડી નાસ્તો કરાવી અને નાના કર્મચારીઓને કપડા તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી હતી. આ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ એવા કલેકટર શ્રી રાજેશે  વર્ગ ૪ અને સફાઈ કર્મચારીઓને માન આપીને નાના કર્મચારીઓની વેદના ને વાચા આપી હતી.

(12:27 pm IST)