Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સુરેન્દ્રનગરના સપૂત વીર શહીદ બશીર મુલ્તાની શ્રદ્ધાંજલિ અર્પણ

સુરેન્દ્રનગર જિલ્લાના વીર શહીદ મુલ્તાની બશીર એમદભાઈને શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ એન.ટી.એમ. સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. વીર શહીદ બશીર એમદભાઈ મુલ્તાની સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ફિરદોશ સોસાયટીમાં રહેતા હતા. જેઓ ૧૯૯૧ના એન.ટી.એમ સ્કુલના ધોરણ ૧૦માં અભ્યાસ કર્યો હતો. બશીર ભાઈને પહેલીથી જ ફોજમાં જોડાવાનો શોખ અને લગાવ પણ હતો.

તેઓ ૧૦ જુલાઈ ૧૯૯૫ના રોજ BSFમા ંજોડાયા હતા. મે ૨૦૦૦ના વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં બદલી થઈ હતી, જેમાં ૧૭૨ બટાલીયન ખાતે બદલી કરવામાં આવી હતી. ૧૮ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ ૧૭ જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન રાત્રીના ૩ કલાકે આતંકવાદીએ અંધારાનો લાભ લઈને હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. જેમાં વીર શહીદ મુલ્તાની બશીર અહેમદભાઈ પણ હતા. જેના જવાબમાં બટાલીયન દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યુ હતું અને આતંકવાદીઓ જંગલમાં અંધારાનો ફાયદો ઉઠાવી નાસી છૂટયા હતા.

આ હુમલામાં વીર શહીદ બશીરને માથાના ભાગે ગોળી વાગતા દ્યટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારે ૨૭ વર્ષની ઉંમરે મુલ્તાની ફશીર દેશની રક્ષા માટે શહીદ થયા હતા. જેને અનુસંધાન સુરેન્દ્રનગર શહેરની જે સ્કૂલમાં બશીરભાઈ ભણતા હતા, ત્યાં જ ૩ વર્ષથી ધ્રાંગધ્રા BSF દ્વારા શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ શ્રદ્ઘાંજલિ કાર્યક્રમમાં ડેપ્યુટી કમાંડર મહેન્દ્રસિંહ ખટાણા, સુરેન્દ્રનગર દુધરેજ ન.પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા,આચાર્ય બી.એન.જોષી, ડી.એચ.પરમાર, બશીરના માતા અમીનાબેન, પિતા હાજી અહેમદભાઈ, બહેન રેશ્મા, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહીને વીર શહીદ બશીરને શ્રદ્ઘાંજલિ આપી હતી.

(12:26 pm IST)