Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

મજૂરી કામ કરતી તળાજાના સરતાનપરની બે યુવતીઓ કેન્દ્ર શશીત પ્રદેશમાં કોન્સ્ટેબલ બની

સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય... : મોટા શહેરોની મોંધી દાટ સ્કુલ એકેટમીના વિદ્યાર્થીઓને છોડ્યા પાછળઃ બન્નેએ મજૂરી કામ કરી એકેડમીની ફી એકઠીકરી હતી

ભાવનગર, તા.૫: સરાકરી નોકરીઓ મેળવવા માટે બહાર પડેલી વિવિધ ભરતીઓને લઈ રાજયના લાખો બેરોજગાર યુવક યુવતીઓ મહેનત કરી રહ્યા છે. એ તમામને બોધપાઠ લઈ શકાય તેમ તળાજાના સરતાનપર બન્દર ગામની શ્રમિક પરિવારની બે શ્રમિક યુવતીઓ એ સાબિત કરીદીદ્યું છે.

શેહરોની મોંઘીદાટ સ્કુલ કે કેરિયર બનાવતી એકેડમીઓમાં અભ્યાસ કરવાથી માત્ર જ્ઞાન મળી જતું નથી. સફળતા મેળવવા માટે પરસેવે નહાવું પડે છે. કોઈપણ સનજોગોમાં લડી લેવું પડે છે.

આ શબ્દો છે તળાજાના સરતાનપર બન્દર ગામની બે શ્રમ જીવી યુવતીઓ ભીલ શોભનાબેન અને જાંબુચા વનિતાબેનના. બન્ને યુવતીઓ કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ દમણ માટે બહાર પડેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની માત્ર ૧૬ જગ્યા ઓમાં થી બાઝી મારીને સફળતા હાંસલ કરી છે.

શોભના બેનના જણાવ્યા પ્રમાણે પોતાએ ૨૦૧૦માં ધો.૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ ઘરની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ મજૂરી કામ શરૂ કરી દીધું હતું. ૨૦૧૬માં ફરીને ઘો ૧૨ની એકશનલ પરીક્ષા આપી પાસ થયા બાદ મજૂરી કરીને એકઠા કરેલ નાણાં માંથી કેરીયર એકેડમીની ફી ભરી સ્પર્ધા ત્મક પરીક્ષાની તૈયારી ગામની જા બુંચા વનિતા સાથે શરૂ કરી.

વણીતાબેનની કહાની પણ એવીજ છે. વનિતા બેનના માત પિતા પણ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.

બન્ને યુવતીઓને માર્ગદર્શન અને શિક્ષણ આપનાર ચાણકય એકેડમીના નિલેશભાઈ મોરી કહેછે કે બન્ને યુવતીઓની પ્રથમ ટેસ્ટ લેવાય ત્યારે સાવ સામાન્ય માર્ક આવતા હતા. પરંતુ જેમ જેમ ટેસ્ટ લેવાતી ગઈ તેમ તેમ માર્ક વધવા લાગતા મેરીટ ૯૦ ટકા પર જતું જોવા મલ્યૂ. આથી બન્ને યુવતીમાં ટેલેન્ટ જણાતાં તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ એક પણ રૂપિયો ફી લીધા વગર બન્ને યુવતીઓ પર ફોકસ કરીને સતત પરીક્ષાઓની તૈયારી એક વર્ષ કરાવતા દેશની માત્ર ૧૬ મહિલા કોન્સ્ટેબલ માટે હજારો પરિક્ષાર્થીઓ માંથી બન્ને યુવતીઓ મેરિટમાં પાસ થતા ખુશીનો પાર નથી રહ્યો.દાદરા નગર હવેલી જયારે પરિક્ષા આપવા જવાનું હતું તે સમયે પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.      પત્રકારોએ જયારે શોભના બેનને પુછયુ ત્યારે કહયુ કે અમે ખરા બપોર એ ધોમ ધખતા તાપમાં ગ્રાઉન્ડની તૈયારી કરીછે. બન્ને સરતાનપરની ધુળયૂ શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો છે.

આજ અભ્યાસ અને બાળકોની કેરિયરના બહાને તળાજા છોડીને જતા વાલીઓ માટે આ બન્ને સરતાનપરની યુવતીઓ પ્રેરના સ્તોસ્ત્ર બની છે.

(12:28 pm IST)